(એજન્સી) નવી દિલ્હી,તા.ર૭
દિલ્હીમાં સતત ચાર દિવસ હિંસા બાદ પુનઃ શાંતિ સ્થપાઈ છે. જે સરકારના કારણે નહીં પરંતુ લોકોના પ્રયાસોથી છે. તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દિક્ષિતે જણાવ્યું હતું. સંદીપ દિક્ષિતે હિંસાગ્રસ્ત ચાંદબાગની બુધવારે મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. તેમની દુકાનો-ઘરો સંપતિ હિંસામાં હોમાઈ ગઈ હતી. સીએએ કાનૂનની તરફેણ અને વિરોધ કરનાર બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણો સર્જાઈ હતી. તેમણે કહ્યું કે લોકોના પ્રયાસોથી સ્થિતિ સામાન્ય થઈ છે. સ્થાનિક લોકો હિંસામાં સામેલ હતા. કેટલીક ચોક્કસ વિચારધારાવાળા લોકોએ સ્થિતિને વણસાવી હતી.
દિક્ષિતે કહ્યું કે ખરાબ પાસુ એ હતું કે તોફાનીઓને પોલીસે ટેકો આપ્યો હતો. દિલ્હી સરકાર દેખાતી ન હતી. શાંતિ માટે લોકોનો આભાર માનું છું.
શાંતિ લોકોના પ્રયાસથી આવી છે, સરકારથી નહીં : સંદીપ દીક્ષિત

Recent Comments