મોડાસા, તા.ર૬
પુલવામામાં ભારતીય જવાનો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી ૪૪ જવાનો શહીદ થયા બાદ વહેલી પરોઢે ભારતીય વાયુ સેનાએ પીઓકેમાં ઘૂસી પાકિસ્તાનના બાલાકોટ અને અન્ય બે સ્થાનો પર આવેલા આતંકી અડ્ડાઓ પર મીરાજ લડાકુ વિમાન દ્વારા ૧૦૦૦ કિલો વિસ્ફોટક બોમ્બમારો કરવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાન તરફથી કોઈપણ ગતિવિધિ અપનાવવામાં આવે અને ભારતમાં ખાનગી રહે ગુસવાનો પ્રયત્ન કરવામાં ન આવે તેમાટે તમામ સરહદો પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અરવલ્લીના શામળાજી પાસે આવેલ રતનપુર બોર્ડર પર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી પર પ્રાંતમાંથી આવતા તમામ નાના-મોટા વાહનોનું કડક હાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક ચેકીંગ હાથ ધરી કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર સજ્જ છે.