મોડાસા, તા.૮
રાજ્યમાંથી પરપ્રાંતીય લોકોને વતન મોકલવા માટે પુરજોશમાં કામગીરી આદરી છે. કેટલાક પરપ્રાંતીય લોકો સ્થાનિક પ્રશાસન તંત્ર પાસે પાસ મેળવી વતનની વાત પકડી છે કેટલાય શ્રમિકો પગપાળા વતન તરફ પ્રયાણ કર્યું છે. રાજસ્થાન સરકારે અગાઉ પણ શ્રમિકોને રાજસ્થાનમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા ત્યારે વધુ એકવાર રાજસ્થાન સરકારે શામળાજી રતનપુર ચેકપોસ્ટથી પ્રવેશતા રાજસ્થાની સહિત અન્ય રાજ્યના લોકોને પ્રવેશ અપાતા અટકાવતા રતનપુર ચેકપોસ્ટ પર હોબાળો થયો હતો. વાહનો મારફતે પ્રવેશવા માંગતા લોકોને રાજસ્થાન પોલીસે અટકાવતા વાહનોની લાંબી કતાર લાગી હતી. શામળાજી સહીત જિલ્લા પોલીસતંત્ર માટે કોયડારૂપી પ્રશ્ન બન્યો છે જિલ્લા પોલીસવડા મયુર પાટીલે પરપ્રાંતીય યાત્રિકોને ગૃહ મંત્રાલય તરફથી મળેલ પાસ મળેલ હોય તેમને જ રતનપુર ચેકપોસ્ટ તરફ આવવા અપીલ કરી હતી. શામળાજી-રતનપુર સરહદ પર પરપ્રાંતીય લોકોની લાચારીની લાઇન જોવા મળી છે. અટવાયેલા પરપ્રાંતીય યાત્રિઓને ભોજન પીવાના પાણીના પણ ફાંફા છે. દરમિયાન રાજસ્થાન સરકાર તેમની મજબુરી પર પડ્યા માથે પાટું રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.