(એજન્સી) તા.૧૭
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (નેપ)માં શિક્ષણની ઇકો સિસ્ટમમાં અત્યંત જરુરી એવા સુયોજિત બદલાવની જોગવાઇ કરવામાં આવી છે અને બહુ હેતુક શિક્ષણ અને શૈક્ષણિક સ્વાતંત્રનો સમાવેશ કરવા વર્તમાન શૈક્ષણિક નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવાનું વચન આપે છે. નેપમાં જણાવાયું છે કે અભ્યાસક્રમ, અભ્યાસેત્તર અને સહઅભ્યાસક્રમના વિષયોમાં ચુસ્ત વિભાજન નહીં હોય.
નેપ વિદ્યાર્થીઓને કોઇ એક પ્રવાહ જેમ કે વિજ્ઞાન, હ્યુમેનિટીઝ કે કોમર્સ પ્રત્યે નિંયત્રિત થયાં વગર સ્નાતક વિવિધ વિષયો સાથે થવાની મંજૂરી આપે છે અને આ ઉપરાંત શાળાના અભ્યાસક્રમમાં શારીરિક શિક્ષણ, કલા અને કસબ અને વ્યાવસાયિક કૌશલ્ય જેવા વિષયો ઉમેરવામાં આવ્યાં છે. જો કે યુનિવર્સિટી સ્તરે હાલ અભ્યાસક્રમનું જે માળખું છે તેમાં સંલગ્ન ફેરફાર નહીં કરવામાં આવે તો આ બદલાવનો હેતુ સિદ્ધ થશે નહીં.
બીજુ નેપ સર્વવ્યાપી બોર્ડ પરીક્ષાઓમાં છૂટછાટ આપીને તેને હજુ જાળવી રાખે છે અને એ દ્વારા સિસ્ટમને આજની પેઢીની વ્યવહારૂં વાસ્તવિકતાની નિકટ લાવે છે. એ જ રીતે નેપમાં ઉચ્ચત્તર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કોમન એપ્ટિટ્યૂટ ટેસ્ટ (કેટ) અને સ્પેશિયલાઇઝ્‌ડ કોમન સબ્જેક્ટની પરીક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. નેપમાં વધુમાં જણાવાયું છે કે કેટના કારણે આ પરીક્ષાઓ માટે કોચિંગ લેવાની પદ્ધતિ નાબૂદ થશે. જો કે કેટનો કઇ રીતે અમલ થશે એ અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે. આ ઉપરાંત યુનિવર્સિટી સ્તરે માળખાગત બદલાવની પણ આવશ્યકતા છે. વિવિધ વિષયોમાંથી પસંદગી કરવા માટે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થનારી મંજૂરી સુયોજિત પરિવર્તન લાવશે કે જેના વિધેયક પરીણામો આવી શકે છે. નેપમાં કેટની પૂરક જોગવાઇ સાથે બોર્ડ પરીક્ષામાં વધુ સ્થિતિ સ્થાપકતા અને છૂટછાટની વાત કરવામાં આવી છે, પરંતુ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની જરૂર છે.આમ શાળાના શિક્ષણને વ્યાપક રીતે સર્વગ્રાહી બનાવવા પર નવી શિક્ષણ નીતિમાં આપવામાં આવેલ પ્રાધાન્ય સરાહનીય છે પરંતુ આ નીતિને ખરા અર્થમાં સાર્થક કરવા માટે ઉચ્ચત્તર શિક્ષણ પ્રથામાં પણ સંલગ્ન બદલાવ કરવા પડશે.