શહેરના શાહપુર વિસ્તારમાં લોકડાઉનના પાલન કરાવવા મામલે પોલીસે કેટલાક લોકોને માર મારતા મામલો ગરમાયો હતો. જેમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, ત્યારે પથ્થરમારો થતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. સમગ્ર ઘટનામાં કેટલાક પોલીસ કર્મીને અને સ્થાનિકોને ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે અટકાયતનો દૌર શરૂ કર્યો હતો. જો કે, ઘર્ષણમાં સંડોવાયેલા ના હોય તેવા નિર્દોષોની અટકાયત કરાય નહીં તેવી માંગ ઊઠી છે. મોડીરાત સુધી સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી.