(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
કોવિડ-૧૯ રિપોર્ટના બહાને શાહપુર પથ્થરમારો કરનાર આરોપી શખ્સોને કોર્ટમાં ૫ દિવસે રજૂ કરવા બદલ બુધવારે મેટ્રોપોલિટન કોર્ટે શહેર પોલીસનો ઉધડો લીધો હતો.
આ ઉપરાંત કોર્ટે પોલીસને પણ સવાલ કર્યો કે તેઓ પોલીસ ટીમો પર પત્થરમારો કરવાના મામલે ૨૫ લોકો વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ કરવાના આરોપોને કેવી રીતે રજૂ કરે છે. ન્યાયાધીશ, જેની સામે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, પોલીસ અધિકારીને પૂછ્યું હતું કે આ ઘટનામાં પોલીસકર્મીઓના એક બેને ઈજા થઈ છે. અન્ય કેસોમાં વધુ ગંભીર ઇજાઓ મળી છે જેમાં લોકોને ખરાબ રીતે માર મારવામાં આવે છે, પરંતુ પોલીસ ફક્ત આઈપીસીની કલમ ૩૨૩ અને ૩૨૪ લાગુ કરે છે. “આ કેસમાં એટલું ખાસ શું હતું કે, પોલીસે આઈપીસીની કલમ ૩૦૭ લાગુ કરી ?” ન્યાયિક અધિકારીએ પૂછપરછ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આરોપીનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ જણાવ્યું હતું કે, ન્યાયાધીશે પોલીસને કહ્યું કે, આ જોઈને તેને ખૂબ દુઃખ થયું હતું, જોકે પોલીસ દળ પર હુમલો કરવો ખરેખર ખરાબ છે. પરંતુ પોલીસે અતિરેક કરવો ન જોઈએ. આ ટીપ્પણી સાથે કોર્ટે પાંચ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો નોંધી હતી, જેઓએ પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. અદાલતે આરોપી વ્યક્તિઓના રજૂ કરવામાં વિલંબ માટે પોલીસની પૂછપરછ કરી હતી. તેઓની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ શનિવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાને બદલે તેઓને ઘટનાના પાંચ દિવસ પછી લાવવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટને કહ્યું કે, તેઓને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને તેમની કોવિડ-૧૯ના પરીક્ષણની રાહ જોવામાં આવી હતી. ત્રણ વ્યક્તિઓનું પોઝિટિવ પરીક્ષણ થયું હતું અને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે વૃદ્ધ અને અશક્ત અહેમદભાઇ સ્ટારવાલા નામના એક શખ્સ સામે ગુનો નોંધ્યો ન હતો.
જો કે, પોલીસ દ્વારા કરવામાં આવેલા ખુલાસાથી કોર્ટ સંતુષ્ટ ન હતી અને તેમને કહ્યું હતું કે, પોલીસની ફરજ છે કે કોર્ટને વિલંબ વિશે જાણ કરવી. પરંતુ પોલીસ આરોપીને ૨૪ કલાકથી વધુ સમય સુધી તેમની કસ્ટડીમાં રાખી શકતી નથી. કાર્યવાહી બાદ કોર્ટે તમામ ૨૫ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા કારણ કે પોલીસે તેમની કસ્ટોડીયલ પૂછપરછની માંગ કરી ન હતી.