(એજન્સી) મુંબઈ, તા.૧૪
મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સ્વાસ્થ્ય કાર્યકરો માટે રપ હજાર પીપીઈ કિટ આપવા બદલ શાહરૂખ ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારી સાથે લડતા મહારાષ્ટ્રના ફન્ટ લાઈનના મેડિકલ સ્ટાર્ફ માટે શાહરૂખ ખાને રપ હજાર પીપીઈ કિટ મંગાવી હતી. રાજેશ ટોપેએ ટિ્‌વટર પર શાહરૂખ ખાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, રપ હજાર પીપીઈ કિટ આપવા બદલ શાહરૂખ ખાનનો ખૂબ ખૂબ આભાર. આ કોરોનાની લડાઈમાં ખૂબ જ આગળ સુધી મદદગાર થશે અને અમારી મેડિકલ ટીમને સુરક્ષિત રાખવા માટે મદદગાર સાબિત થશે. શાહરૂખ ખાને પણ ટિ્‌વટ કરીને મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેને રિપ્લાય કરતા તેમનો આભાર માન્યો હતો, તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, કિટ લાવવા માટે મદદ કરવા બદલ આભાર, માનવતાને બચાવવા માટે અમે બધા એક સાથે છીએ.