(સંવાદદાતા દ્વારા)
છોટાઉદેપુર, તા.૬
રાજ્યમાં ચાલી રહેલાં પ્રાથમિક શિક્ષકોની માંગ સામેની લડત માટે શિક્ષકોના હિત માટે આક્રમક રીતે લડત આપીશું તેવો હુંકાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ રમણભાઈ રાઠવાએ ભર્યો છે.
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ૪૨૦૦ ગ્રેડ-પે અને સીસીસી પરીક્ષાની મુદ્દતમાં વધારો તેમજ આંતરિક તેમજ જિલ્લા ફેરબદલીઓ માટેની માંગોને લઈ પ્રાથમિક શિક્ષકો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ રાઠવાએ ટેલિફોનિક માહિતી આપતાં જણાવેલ કે શિક્ષકોના હિતને અસરકર્તા તમામ મુદ્દાઓ માટે હંમેશાં અમોએ રાજ્ય શિક્ષક સંઘને ધારદાર રજૂઆતો કરેલ છે અને આગળ પણ રાજ્યસંઘ તરફથી સુનિશ્ચિત કરવામાં આવતી ગાઈડ-લાઈન પ્રમાણે અમારો જિલ્લા સંઘ આક્રમક રીતે લડત આપવા માટે તૈયાર છે તેવું એક અખબારી યાદીમાં જણાવેલ હતું.