ધોળકા, તા.પ
ધોળકા નગરપાલિકા દ્વારા સરકાર જનભાગીદારી યોજના અન્વયે ભૂગર્ભ ગટરલાઈનના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર ૯મા ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું જનભાગીદારીના કામો રૂપિયા ૪૫ લાખ ૮૪હજારના મંજૂર થયેલા છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ, કારોબારી ચેરમેન જનકભાઈ કા. પટેલ, સંગઠન પ્રમુખ જે.ડી.પટેલ, નગરપાલિકાના કાઉન્સિલરો વિસ્તારના રહીશો તથા આગેવાનો હાજર રહેતા ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.