(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૯
ધોળકા નગરપાલિકા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમજ ધોળકાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સોલાર પ્રોજેક્ટના રૂપિયા ૯૩ લાખ જેટલી માતબર રકમના કામના મુહૂર્ત કરાયું હતું.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું ભારત વિશ્વની મહાસત્તા બનવા તરફ જઇ રહ્યુ છે ત્યારે બેટરી સંચાલિત કાર રોજના ૬૦૦ કિલોમીટર જઈ શકશે તેવા પ્રયોગો થઈ રહ્યા છે ત્યારે પછી આધુનિક ટેક્નોલોજીની દુનિયામાં પહેલા ભારતમાં પછી ગુજરાત પણ પાછળ રહી ન જાય એવું વડાપ્રધાન વિચારી રહ્યા છે. નગરપાલિકાને ઓછુ ભારણ આવે પબ્લિક સો ટકા પાણી વેરો, હાઉસ ટેક્સ નિયમિત ભરવા માટે આવે આગામી દિવસોમાં સોલાર પ્રોજેક્ટના હિસાબે નગરપાલિકાને વીજળીના બીલની અંદર ૫૦ ટકા જેટલો ફાયદો થશે. ગામના વિકાસની જવાબદારી બધાની છે. રહેવાલાયક ધોળકાની વાત સાચી પડી છે. ૧૫ વર્ષ પહેલાની જૂની છાપ ભુસાઇ ગઇ છે. પ્રજાનો સાથ અને સહકાર મળતો થયો છે. હાલ સોલાર રૂફ ટોપ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા સબસીડી મળે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી વીજળીનો ભાવ શું આવે અને તમારી વચ્ચે થયેલી વીજળી ગુજરાત સરકાર ખરીદી શકે તેના પર મંત્રી ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાદેશિક કમિશનર અમદાવાદ ઝોન મનીષકુમાર, પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા તેમજ સંગઠનના હોદ્દેદારો જિલ્લા હોદ્દેદારો, કાઉન્સિલરો, આગેવાનો તેમજ પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ધોળકા નગરપાલિકામાં સોલાર પ્રોજેક્ટનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઈ-ખાતમુહૂર્ત

Recent Comments