ભાવનગર, તા.૧૩
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માતલપર ગામની સરકારી શાળાની શિક્ષિકાએ બગદાણા પો.મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેણી ગત તા.૩૧ના રોજ કલાસરૂમમાં ગેરહાજર હોય તેવા ફોટા પાડી શાળાની અન્ય શિક્ષિકાઓ શિતલબેન, ક્રિષ્નાબેન અને વૈશાલીબેનને આચાર્ય સમક્ષ કરેલી રજૂઆત અંગે તેણીને મારમાર્યો હતો જે દરમ્યાન શાળાના આચાર્ય જિજ્ઞેશ પટેલે પણ આવીને શિક્ષિકાનું બાવડું પકડી છેડતી કરી તેણીના મોબાઈલની તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હતું. શિક્ષિકાએે આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે આચાર્ય જિજ્ઞેશ નાનાભાઈ પટેલ, શિતલબેન જિજ્ઞેશભાઈ પટેલ, ક્રિષ્નાબેન બચુભાઈ, વૈશાલીબેન વિજયભાઈ ગોંડલિયા (રહે.તમામ કરમદીયા તા.મહુવા)ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.