(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતના તલાટીને રૂા.૪ હજારની લાંચ લેતા વડોદરા ગ્રામ્ય એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
વડોદરા ગ્રામ્ય એ.સી.બી.ને મળેલી માહિતી પ્રમાણે એક વ્યક્તિએ સાધલી ગ્રામ પંચાયતમાં લગ્નનું સર્ટીફીકેટ કઢાવવા માટે તલાટી પાર્થ લક્ષ્મણભાઇ ઝાલા (રહે.અવાખલ, તા.શિનોર)ને મળ્યા હતા. જેમણે આ સર્ટીફીકેટ માટે રૂા.૪ હજારની માગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હતા. તેથી તેમને એ.સી.બી.માં ફરિયાદ નોંધાવતા પી.આઇ. જે.આર.ગામીતે સ્ટાફની મદદ લઇ સાધલી ગ્રામ પંચાયતમાં છટકુ ગોઠવ્યું હતું જેમાં તલાટી અરજદાર પાસેથી રૂા.૪ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેની સામે ગુનો નોંધી તલાટીની ધરપકડ કરી હતી. તલાટી મૂળ ધોળકા તાલુકાના બદરખાનો રહેવાસી છે.