(એજન્સી) ઇન્દોર, તા. ૨૧
એક તરફ કઠુઆ અને ઉન્નાવમાં બનેલી બળાત્કારની ઘટનાઓનો રોષ દેશવાસીઓમાં થંભ્યો નથી ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં કાળજું કંપાવનારી રેપની ઘટના બની છે જ્યાંફક્ત ચાર મહિનાની માસૂમ દૂધ પીતી બાળકી સાથે તેના માસા દ્વારા જ નરાધમી દુષ્કર્મ ગુજારવાની ઘટના બની છે. ત્યારબાદ નરાધમને સંતોષ ન થતા તેની હત્યા કરી દીધી હતી. બાળકી સાથે ક્રૂરતાની હદ એ વાત પરથી જ સમજી શકાય કે તપાસ કરવા આવેલા પોલીસકર્મીના આંસુઓ પણ રોકાતા નહોતા. આ કેસની તપાસ માટે સીસી ટીવી ફૂટેજની મદદ લેવામાં આવી હતી. ફૂટેજમાં એક વ્યક્તિ સાઇકલ લઇને આવતો દેખાય છે અને સવારે પોણા પાંચ વાગ્યે તે બાળકીને ઉઠાવીને શિવ પેલેસના એક ભાગમાં લઇ જતો દેખાયો હતો. ફૂટેજમાં તે એકલો પાછો ફરતો પણ દેખાઇ રહ્યો છે. શરૂઆતમાં પોલીસે પરિવારના એક સભ્યને પકડી લીધો હતો અને બાદમાં તેને છોડી મુક્યો હતો. બાદમાં પોલીસે બાળકીના માસાને પકડી હિરાસતમાં લીધો હતો. પોલીસે બાળકીના લોહીવાળાકપડાં અને આરોપીની સાઇકલ મેળવી લીધી છે. ડીઆઆજીએ કહ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તારમાં પોલીસ કર્મી રાઉન્ડ લગાવી રહ્યા હતા અને ચાર મહિનાની બાળકી પોતાના પરિવાર સાથે ઓટલા પર સૂઇ રહી હતી જ્યારે અપરાધી પણ તેમાંથી જ હતો. બાળકીની માતાએ કહ્યું હતું કે, જ્યારે તે રાતે ત્રણ વાગે ઉઠી ત્યારે બાળકોને સુરક્ષિત જોઇ ફરી સૂઇ ગઇ હતી. ત્યારબાદ તે ફરી સાડા પાંચ લાગે ઉઠી ત્યારે બાળકી ગાયબ હતી. તે પોલીસ સ્ટેશનમો ફરિયાદ નોધાવા ગઇ ત્યારે તેને કહેવાયું કે મોડા આવજો અને ફરિયાદ નોંધવામાં આવી નહોતી. આ ઘટના ગુરૂવારે મોડી રાતે ઐતિહાસિક રજવાડા વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં આવેલા શિવ વિલાસ પેલેસના બેઝમેન્ટમાં બાળકીની લાશ મળ્યા બાદ સનસનાટી ફેલાઇ ગઇ હતી. સીડીઓ પર લોહીના ડાઘ હેવાનિયતની સાક્ષી પુરી રહ્યા હતા. માસૂમ બાળકીની ક્ષત-વિક્ષત લાશ પ્રાથમિક તપાસ બાદ એક નાના પેકેટમાં પેક કરી તેને લઇ જઇ રહેલા પોલીસ કર્મીઓના આંસુ પણ રોકાતા નહોતા. પરિવારના એક શંકાસ્પદને હિરાસતમાં લેવામાં આવ્યો છે. દરમિયાન આ બીભત્સ કેસથી સમગ્ર મધ્યપ્રદેશમાં નારાજગીનું મોજું ફરી ળળ્યું છે. કેસની સુનાવણી માટે વકીલો આરોપી તરફે કેસ લડવા માટે તૈયાર નથી. ઇન્દોર બાર કાઉન્સિલે કોઇપણ બળાત્કારના આરોપીનો કેસ લડવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી તરફ મૃતદહેના પરિક્ષણમાં પણ બાળકી સાથે હેવાનિયતની પુષ્ટી કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, બાળકીનું મોત માથા પર ઇજા કરવાને કારણે થયું છે.
ઇન્દોરની ઘટનાએ મારા આત્માને હચમચાવી મૂક્યો : શિવરાજ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે, ઘટનાએ તેમના આત્માને હચમચાવી મુક્યો છે. આટલી નાની બાળકી સાથે આટલું પિશાચી કૃત્ય કરાયું. સમાજને પોતાના અંદર ડોકિંયું કરવાની જરૂર છે. વહીવટીતંત્રે આરોપીને પકડી પાડ્યો છે અને અમે વહેલામાં વહેલી તકે આરોપીને સજા મળે તે માટે પગલાં ભરીશું.
ફૂગ્ગા વેચીને ગુજરાન ચલાવે છે બાળકીનાં માતા-પિતા
રજવાડા ઇન્દોરનું સાંસ્કૃતિક અને બિઝનેસ નર્વ સેન્ટર છે. બાળકીના માતા-પિતા ફૂગ્ગા વેચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને રજવાડા નજીક જ રહે છે. આ ઘટના કઠુઆની ઘટના સાથે ઘણી સમાનતા ઘરાવે છે. એવા અહેવાલો પ્રાપ્ત થયા હતા કે, બાળકી પોતાનાપરિવાર સાથે રજવાડાની બહાર ઓટલા પર સૂતી રહી હતી અને ત્યાંથી જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.