(એજન્સી) મુંબઈ, તા.ર
મુંબઈ જિલ્લા ચૂંટણી કાર્યાલયે શિવસેનાના સાંસદ સંજય રાઉતને આચારસંહિતાના કથિત ઉલ્લંઘન કરવાના ક્રમમાં નોટિસ જારી કરી છે.
મામલો ભાકપા ઉમેદવાર કનૈયાકુમાર પર તેમની ટિપ્પણી સાથે જોડાયેલો છે.
શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રી રાઉતે રવિવારે પ્રકાશિત એક લેખમાં જણાવ્યું હતું કે કુમારને ચૂંટણીમાં હરાવવા જ જોઈએ પછી તે માટે ભાજપને ઈવીએમ સાથે ચેડાં જ કેમ ના કરવા પડે.
જવાહરલાલ નહેરૂ યુનિ. વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કુમાર બિહારના બેગૂસરાય બેઠકથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
રાઉતે મરાઠી વર્તમાન પત્રના એક લેખમાં જણાવ્યું હતું કે કુમાર એક ઝેરની બાટલી છે અને તેમને સંસદ ના પહોંચવા દો. આ નિવેદન પછી રાજ્યસભા સાંસદને સોમવારે નોટિસ જારી કરીને બુધવાર સુધી જવાબ માંગવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ તેની પર આગળની કાર્યવાહી કરશે. રાઉત સાથે સંપર્ક કરવા પર તેમણે જણાવ્યું કે તેઓ નોટિસનો જવાબ આપીને પોતાનું વલણ સ્પષ્ટ કરશે.
તેમણે જણાવ્યું કે મેં જે ‘સામના’માં લખ્યું હતું તેના સંબંધમાં મને નોટિસ મળી છે. અમે ચૂંટણી પંચનું સન્માન કરીએ છીએ અને આપેલા સમયમાં નોટિસનો જવાબ આપીને પોતાનું વલણ સ્પષ્ટ કરીશ.
આ દરમ્યાન સત્તાવાર આંકડાઓ મુજબ ૧૦ માર્ચે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછીથી પોલીસ અને સ્કવોડ ટીમે મહારાષ્ટ્રમાં ૭પ.૭૮ કરોડ રૂપિયાની રોકડ અને અન્ય સામાન જપ્ત કર્યો છે.