ભાવનગર, તા.ર૧
શિહોરના મકાતના ઢાળમાં રહેતા ઘાંચી મુસ્લિમ સમાજના અને મકવાણા પરિવારના સમીર સત્તારભાઈ મકવાણા (કલીવાળા) જેણે રાત-દિવસ અભ્યાસ માટે ઉજગરા કરી પરિશ્રમ સાથે નીટની પરીક્ષામાં ૭૨૦માંથી ૬૦૨ માર્ક મેળવી ૯૮.૫૯ પર્સન્ટાઈલ મેળવી જવલંત સફળતા મેળવી ઘાંચી સમાજ અને મકવાણા પરિવારનું ગૌરવ વધારેલ. સમીર ભાઈના પિતા સતાર ભાઈ વાસણને કલી કરવાનું અને માતા લોટ દળવાનું ઘંટી ચલાવી ગુજરાન ચલાવે છે અને સામાન્ય પરિવારના સમીરે માત્ર શાળામાં અભ્યાસ કરી લોકડાઉન દરમિયાન સતત દસથી બાર કલાક શિક્ષકોના માર્ગદર્શન પરિવારના મોભી વકીલ ગફારભાઈ મકવાણાને અન્ય પરિવારના સભ્યોની માર્ગદર્શન સલાહ સૂચનાથી મોટી સિદ્ધિ મેળવી તે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેણાદાયી છે.
Recent Comments