ભાવનગર, તા.ર૮
શિહોર તાલુકાના અગિયાળી ગામે રહેતા મુન્ના ડાયા મિમાત્રા નામના શખ્સે આ ગામમાં જ રહેતી મનિષાબેન (ઉ.વ.ર૩) પોતાની સાથે પરાણે પ્રિત રાખવા દબાણ કરી સતત માનસિક ત્રાસ આપતા મનિષાએ કંટાળી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવ અંગે મહેન્દ્રભાઈ દામજીભાઈ ડાભીએ શિહોર પોલીસ મથકમાં મુન્ના ડાયા અને વિમળા મિમાત્રાની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લા શિહોર ગામે રહેતી કાજલબેન (ઉ.વ.ર૩) નામની યુવતીએ લગ્ન જીવનમાં છૂટાછેડા થઈ જવાના અને ડરથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવ અંગે રમણીકભાઈ સંગ્રામભાઈ પરમારે આપેલા નિવેદનના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.