(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૩
શીલ પંથકમાં બનેલા એક બનાવમાં એક યુવાનને દારૂ તથા ઝેરી દવા પીવડાવી મૃત્યું નિપજાવી અને શીલની ખાડીમાં નાંખી દિધાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર તા.૧/૬/ર૦૧૯ કલાક ર૧ઃ૩૦થી તા.ર/૬/ર૦૧૯ કલાક ૯ઃ૪પ દરમ્યાન નેત્રાવતી નદીના પુલ નીચે શીલ ગામે બનેલાં બનાવ અંગે રાણીબેન ભીખાલાલ ભરડા (ઉ.વ.૬૬, રહે.મુંબઈ ભાડુંપ)એ શીલ ગામના ભુપેન્દ્રભાઈ ત્રિકમભાઈ ભરડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ભુપેન્દ્રભાઈ ભરડાએ ફરિયાદી રાણીબેન ભરડાના દિકરા અજયભાઈની ઘરવાળી સેજલ સાથે અનૈતીક સંબંધ રાખી અને ફરિયાદી રાણીબેનના દિકરાએ આરોપીને પોતાના ઘરે ન આવવાનું કહેવા છતાં આરોપી ભુપેન્દ્ર ફરિયાદીના દિકરાના ઘરે મુંબઈ જઈ રોકાતો હોય અને તા.ર૪/પ/ર૦૧૯ના રોજ આરોપી ફરિયાદીના દિકરાની વહુ સેજલને મુંબઈથી શીલ પોતાના ઘરે લાવી રાખ્યા હતા. ફરિયાદીનો દિકરો પણ મુંબઈથી શીલ આવેલ હોય અને જે બાબતે ફરિયાદીના દિકરા તથા આરોપીને તા.૧/૬/ર૦૧૯ના રાત્રીના નવેક વાગ્યે બોલાચાલી થતાં આરોપીએ ફરિયાદીના દિકરા અજયને દારૂ તથા ઝેરી દવા પીવડાવી મૃત્યું નિપજાવી શીલની ખાડીમાં નાંખી આવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ શીલ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એસ. ઝાલા ચલાવી રહ્યા છે.