(એજન્સી) તા.૧૧
લોકપ્રિય પાકિસ્તાની ગાયક અને અભિનેતા અલી ઝફરે પોતાના પ્રશંસકોને પોતાની આગામી યોજના પર વિચારવા પર વિવશ કરી દીધા છે, કારણ કે તેમના નવા સ્વરૂપની કેટલીક તસવીરો ઓનલાઈન સામે આવી છે. જે તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે, તેમાં ગાયકને એક યોદ્ધા તરીકે બતાવવામાં આવ્યા છે, જેમાં તલવાર ચલાવતા લાંબા વાળોની વીગ પહેરી છે અને એર્તુગુલના પાત્રની જેમ દેખાઈ રહ્યા હતા. વાયરલ તસવીરોએ પ્રશંસકોને અંદાજ લવાવ્યો છે કે શું પાઈપલાઈનમાં એક નવી યોજના છે, ગાયક અને અભિનેતા કામ કરી રહ્યા છે. જો કે અલી જફરની ટાઈમલાઈન પર એક ટવીટ મુજબ આ સમર્થન કરવામાં આવ્યું છે કે અભિનેતા એક નાની ફિલ્મ પર કામ કરી રહ્યા છે જે કથિત રીતે એક મોબાઈલ ફોન કંપની ટેકનોના બેનર હેઠળ બની રહી છે. ટેકનો દ્વારા આ સમાચારનું સમર્થન પણ કરવામાં આવ્યું છે કે, તેમણે અલી ઝફર અભિનિત રીયલ હીરો નામની એક એકશન શોર્ટ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું. અલી ઝફરે ર૦૧૦ની રીલીઝ તેરે બીન લાદેનથી બોલીવુડમાં શરૂઆત કરી. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોસ્ટ પુલવામા હુમલામાં તમામ પાકિસ્તાની કલાકારોના પ્રતિબંધ પહેલા તેમને અંતિમ વખત પ્રિય જિંદગીમાં જોવામાં આવ્યા હતા. તેમણે વિવિધ પાકિસ્તાની ટીવી નાટકોમાં પણ કામ કર્યું હતું. સંપૂર્ણ દેશમાં એતુગુલની ભારે લોકપ્રિયતા અને સફળતાની સાથે આ ખૂબ જ સ્પષ્ટ છે કે પ્રશંસક એતુગુલના પાકિસ્તાની સંસ્કરણને જોવા માટે ઉત્સાહિત છે. કેટલાક ઉપયોગકર્તા આશ્ચર્યચકિત હતા કે શું અલી ઝફર ખુબ જ લોકપ્રિય તુર્કી ઐતિહાસિક કથાના પાકિસ્તાની સંસ્કરણને જોવા માટે ઉત્સાહિત છે.