(એજન્સી) તા.૧૬
તુર્કીના પ્રમુખ તાઇપેઇ અર્દોગને એવું જણાવ્યું છે કે જરુસલેમ અમારૂં છે જે ઇઝરાયેલને પડકારરુપ છે. આથી અરબ રાજ્યો અને ઇઝરાયેલ તુર્કીની વિરુદ્ધ છે. તુર્કીએ આ બાબતમાં સારો ખેલ પાડ્યો છે અને પોતાનું ટ્રમ્પ કાર્ડ ઉતરીને કતારને સાથી બનાવેલ છે કે જે અમેરિકા પાસેથી એફ-૩૫ ફાઇટર જેટ માગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અલ-ઉદીદ એરબેઝ દોહા, કતારની દક્ષિણ-પશ્ચિમમાં એક લશ્કરી મથક છે જે અબુ નખલા એરબેઝ તરીકે પણ ઓળખાય છે. તેમાં કતાર એરફોર્સ, યુનાઇટેડ એરફોર્સ રોયલ એરફોર્સ અને અન્ય ગલ્ફ વોર અલાયન્સના કર્મચારીઓ અને સંપત્તિ સામેલ છે. અલ-ઉદીદ એરબેઝ પર અમેરિકાના ૧૦૦૦૦થી વધુ લશ્કરીકર્મીઓ છે. હવે પ્રશ્ન એ છે કે શું કતાર અમેરિકાને અલ-ઉદીદમાંથી પોાતનું લશ્કરી મથક હટાવી લેવા જણાવશે ? આ સંદર્ભમાં તુર્કીએ એક કાંકરે ચાર પક્ષીઓ માર્યા છે. અર્દોગને ૭, ઓક્ટો.૨૦૨૦ના રોજ કતારની મુલાકાત લીધી હતી અને બીજા દિવસે એફ-૩૫ની માગણી કરતી કતારની વિધિવત વિનંતી અંગે જાણ કરી હતી અને આમ અમેરિકાની કોર્ટમાં બોલ નાખ્યો હતો અને અમેરિકાએ હજુ તેને ના પાડી નથી. આમાં સૌથી વધુ વિરોધ ઇઝરાયેલ તરફથી થશે કારણ કે ઇઝરાયેલ આ પ્રદેશમાં સર્વોપરી રહેવા માગે છે. અર્દોગન એ જ ઇચ્છે છે કે ઇઝરાયેલે આ વિનંતી સામે વિરોધ કરવો જોઇએ. અર્દોગન એફ-૩૫ યુએઇ પાસે રહે તેવું ઇચ્છે છે અને તુર્કી પોતાના ડ્રોન વિમાન સાથે એસ-૪૦૦ વિમાન કતારને પૂરા પાડશે કે જેણે તાજેતરમાં આર્મેનિયા અને અઝર બૈજન યુદ્ધમાં સરાહનીય કામગીરી કરી છે. આમ તુર્કી કતારની સમગ્ર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા માગે છે. આથી જો અમેરિકા ના પાડે તો કતાર અમેરિકાના અલ-ઉદીદ લશ્કરી મથક અંગે અલગ વલણ અપનાવી શકે છે. આ સમગ્ર ખેલમાં તુર્કીની વ્યૂહાત્મક ચાલ સ્પષ્ટપણે નજરે પડે છે.