શું શાહ ફૈસલ અને તેમની ૈંછજી ડિગ્રી એ ભારત સરકારનું પૂર્વયોજિત વિશ્વાસ નિર્માણનું એક પગલું હતું ? શું પ્રોજેક્ટ શાહ ફૈસલ નિષ્ફળ ગયો છે ? શું રોબોટને રિલોડિંગ માટે ફેક્ટરીમાં ફરીથી બોલાવવામાં આવેલ છે ?

(એજન્સી) તા.૧૭
આકરા શિયાળાના ત્રણ મહિનામાં થીજી ગયેલ બરફ હવે ધીમે ધીમે ઓગળવા લાગ્યો છે. કાશ્મીરમાં વસંત ઋતુનું આગમન થયું છે અને એ જ રીતે કાશ્મીરમાં રાજકીય આશ્ચર્યોની વસંત ઋતુ પણ જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આઇએએસમાંથી રાજીનામું આપીને રાજનીતિમાં આવનાર પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈસલ હવે રાજનીતિ છોડીને ફરીથી વહીવટી સેવામાં જોડાનાર છે એવા આશ્ચર્યજનક સમાચાર આવ્યાં છે. ૨૦૧૯માં શાહ ફૈસલે આઇએએસમાંથી રાજીનામું આપીને પોતાના રાજકીય પક્ષ-જમ્મુ એન્ડ કાશ્મીર્સ પીપલ્સ મુવમેન્ટની રચના કરી હતી. પોતાના જાહેર વક્તવ્યોમાં શાહ ફૈસલ અરવિંદ કેજરીવાલની પ્રશંસા કરતાં હતાં અને એ જ રીતે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનને બિરદાવીને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવતાં હતાં. તેમણે સ્વચ્છ અને પારદર્શી રાજનીતિનું વચન આપીને લોકો પાસેથી દાન પણ મેળવ્યું હતું. તેમણે ચૂંટણીકીય રાજનીતિમાં યુવાનોની સામૂહિક ભાગીદારી માટે હિમાયત કરી હતી. દરમિયાન તાજેતરમાં આ વર્ષે ૫, જૂનના રોજ તેમને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યાં હતા. ૮,ઓગસ્ટના રોજ એવા સમચારો વહેતા થયાં કે સરકારે શાહ ફૈસલનું રાજીનામું સ્વીકાર્યુ નથી. સરકારે તેમને સેવામાં ફરીથી જોડાવા જણાવ્યું છે. ૧૨, ઓગસ્ટના રોજ શ્રીનગરમાં એક સ્થાનિક દૈનિક સાથેની મુલાકાતમાં શાહ ફૈસલે એવો નિર્દેશ આપ્યો હતો તેઓ ફરીથી આઇએએસમાં જોડાવા તૈયાર છે.
આમ અહીં કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. સરકાર કોઇ પણ વ્યક્તિનું રાજીનામું ૧૮ મહિના કરતાં વધુ સમય માટે કઇ રીતે પડતર રાખી શકે ? જે વ્યક્તિએ સરકારની હાંસી ઉડાવી હોય અને જાહેર મંચ પર સરકાર અને તેની નીતિઓની ઝાટકણી કાઢી હોય તેને સરકાર ફરીથી આઇએએસમાં જોડાવાનું કઇ રીતે કહી શકે ? તેના રાજીનામાનો અસ્વીકાર અને રાજનીતિ છોડવાનો પોતાનો નિર્ણય એક જ દિવસે કઇ રીતે બની શકે ?
આમ આ સમગ્ર તમાશો એક ખટરાગ સાથે સમાપ્ત થયો છે. શાહ ફૈસલ ફરીથી આઇએએસ અધિકારી તરીકે ફરજ પર હાજર થશે, પરંતુ શું શાહ ફૈસલ અને તેમની આઇએએસ ડિગ્રી એ ભારત સરકારનો પૂર્વયોજિત વિશ્વાસ નિર્માણનું એક પગલું હતું ? શું પ્રોજેક્ટ શાહ ફૈસલ નિષ્ફળ ગયો છે ? શું રોબોટને રીલોડીંગ માટે ફેક્ટરીમાં ફરીથી બોલાવવામાં આવેલ છે ? આ પ્રશ્નોના જવાબ હજુ અનુત્તરીય રહ્યાં છે. (સૌ. : ઈન્ડિયા ટુમોરો)