(એજન્સી) તા.૨૪
સામાજિક અને રાષ્ટ્રીય સુધારક બી આર આંબેડકરે એક અજીબ આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો હિંદુઓ આ પૃથ્વીના અન્ય પ્રદેશોમાં સ્થળાંતર થશે તો ભારતીય જ્ઞાતિવાદની સમસ્યા વૈશ્વિક સમસ્યા બની જશે. તાજેતરના ઇતિહાસે આંબેડકરને સાચા પુરવાર કર્યા છે.
આધુનિકતા અને વૈશ્વિકરણને વેગ મળવાની સાથે જ્ઞાતિવાદી દમનનો હવે વૈશ્વિક સ્તરે પ્રસાર થઇ રહ્યો છે. તાજેતરમાં જૂન,૨૦૨૦માં કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફેર એમ્પ્લોયમેન્ટ એન્ડ હાઉસિંગે સિસ્કો સિસ્ટમ ઇન કોર્પોરેશન પર એવો આક્ષેપ કર્યો હતો કે ભારતીય મૂળના બે સવર્ણ જ્ઞાતિના અધિકારીઓ એક દલિત એન્જિનીયર સાથે ભેદભાવ દાખવી રહ્યાં છે. આમ હવે અમેરિકા અને યુકે જેવા દેશોમાં આ પ્રકારના ભેદભાવના વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવતાં એવું લાગી રહ્યું છે કે જ્ઞાતિપ્રથા હવે વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી રહી છે. જ્ઞાતિવાદી દમનનું સ્થાનિક સ્વરુપ હવે વિશ્વભરમાં પાંખો ફેલાવી રહ્યું છે ? આજકાલ આ પ્રશ્ન વધુને વધુ પૂછવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા અને યુકેમાં ભારતીય મૂળના સમુદાયોમાં જ્ઞાતિ ભેદભાવ એ એક મુદ્દો બની ગયો છે. બોસ્ટન વિસ્તારમાં એન્જિનીયરીંગના એક પૂર્વ વિદ્યાર્થીએ રિલીજીયન ન્યૂઝને જણાવ્યું હતું કે જ્યારે તેના કોલેજ સાથીઓને ખબર પડી કે તે નીચી જ્ઞાતિમાંથી આવે છે ત્યારે તેની સાથે હાઉસીંગ સુવિધા શેર કરવા ઇન્કાર કર્યો હતો. જો કે કેટલાક હિંદુ સમુહોએ જ્ઞાતિના આધારે બેદભાવ દાખવવામાં આવે છે તે વાત સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. વોશિંગ્ટન ડીસી સ્થિત હિંદુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું છે કે આવી કોઇ સમસ્યા અસ્તિત્વમાં નથી અને તેમણે આ પ્રકારની નિતિ હિંદુ વિરોધી પૂર્વાગ્રહ પ્રેરિત હોવાનું જણાવ્યું છે. એવું કહેવાય છે કે પશ્ચિમની યુનિવર્સિટીઓમાં જે જ્ઞાતિ ભેદભાવ દર્શાવે છે કે ભારતીય ઉચ્ચત્તર શિક્ષણમાં જ્ઞાતિ ભેદભાવ હિમશિલાની ટોચ સમાન છે. ભારતમાં ઘણી યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ ભેદભાવ અને દમનના કારણે કેટલાય વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.ભારતમાં જ્ઞાતિ ઓળખ માટે જે બેઠક અનામતની પ્રથા છે તેને ઐતિહાસિક રીતે નુકસાનકારક તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. નૃવંશ શાસ્ત્રી અંજના સુબ્રમણ્યમ જણાવે છે કે ખાનગીરણ અને કોર્પોરેટીકરણને કારણે જ્ઞાતિ વિશેષાધિકારનું માળખુ વધુ ગહન બન્યું છે અને આ પ્રકારનો જ્ઞાતિ ભેદભાવ આઇટી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ જોવા મળે છે કે જેમાં મેનેજર્સના પગ પર વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિની મોનોપોલી છે.