(એજન્સી) તા.૧૯
વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજીંગ એપ્લિકેશન વોટ્‌સએપની નવી સુધારેલી ગોપનીયતા નીતિથી નારાજ વોટ્‌સએપના કેટલાય યુઝર્સ હવે વોટ્‌સએપના સ્થાને સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન અપનાવી રહ્યાં છે. જો કે તાજેતરમાં વોટ્‌સએપે પોતાની ગોપનીયતા નીતિનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. વોટ્‌સએપ ટેક જાયન્ટ ફેસબુકની માલિકીનું છે.
૧. ટેસ્લાના સીઇઓ એલન મસ્કે સિગ્નલને સમર્થન આપ્યું છે.
થોડા દિવસ પૂર્વે ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ટ્‌વીટર પર પોતાના ફોલોઅર્સને સિગ્નલનો ઉપયોગ કરવા કહ્યું છે.
૨. સિગ્નલ એપ્લિકેશન સૌથી વધુ ડાઉનલોડ થઇ છે.
સિગ્નલ એપ અત્યારે એપલ એપ સ્ટોર તેમજ ગુગલ પ્લે સ્ટોર બંનેમાંથી સૌથી વધુ ડાઉનલોડ યુઝર્સ દ્વારા કરવામાં આવી છે.
૩. વોટ્‌સએપ ગ્રુપની ચેટ સિગ્નલમાં કઇ રીતે શીફ્ટ કરવી ?
૧. સૌપહેલા તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી અનુ.સિગ્નલ એપ્લિકેશન તમારા એન્ડ્રોઇડ, આઇફોન પર ડાઉનલોડ કરો.
૨. એક વખત એપ્લિકેશન્સ સ્માર્ટ ફોન પર ઇન્સ્ટોલ થઇ જાય એટલે એપ્લિકેશન સેટઅપ કરો. આ પ્રક્રિયા ઘણી સરળ છે, માત્ર તમારો નંબર એડ કરો, ઓટીપી એન્ટર કરો અને નામ અને અન્ય વિગતો ઉમેરો.
૩. ત્યાર બાદ તમારો ટોચના જમણા ખૂણે આપેલ ત્રણ ઊભા ડોટ પર ક્લિક કરીને એક્શન મેનુ સિલેક્ટ કરવાની જરુર રહેશે. તેમાં ક્લિક કર્યા બાદ ન્યૂ ગ્રુપ ઓપ્શન સીલેક્ટ કરો.
૪. ત્યાર બાદ તમારે ગ્રુપ ઊભુ કરવા માટે કોન્ટેક્ટ એડ કરવાના રહેશે.
૫. તમારે કોન્ટેક એડ કરીને એરો પર આગળ ચાલુ રાખવા માટે ટેપ કરો.
૬. ત્યારબાદ ગ્રુપનું નામ ઉમેરીને ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરો.
૭. ટોચના જમણા ખૂણે આપેલા ત્રણ ઊભા ડોટ પર ગ્રુપ વિન્ડોમાં ક્લિક કરો.
૮. ગ્રુપ સેટીંગ ઓપ્શન ક્લિક કર્યા બાદ ગ્રુપ લિંક પર ટેપ કરો અને ચાલુ કરો.
૯. ત્યારબાદ ગ્રુપ માટે શેર કરી શકાય તેવી લિંક મેળવવા શેર પર ટેપ કરો.
૧૦. ત્યાર બાદ તમે લિંકની માત્ર કોપી કરી અને ગ્રુપમાં વોટ્‌સએપ કોન્ટેક્ટ સાથે તેને શેર કરો.
૪. શું વોટ્‌સએપની જૂની ચેટ્‌સ સિગ્નલમાં શીફ્ટ કરી શકાય ?
અત્રે નોંધનીય છે કે વોટ્‌સએપ ગ્રુપ પર તમારી જૂની સ્ટેટ સિગ્નલ પર શીફ્ટ કરી શકાશે નહીં.