(સંવાદ દાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
અમદાવાદના એક અતિ સમૃદ્ધ પરિવારની પુત્રવધૂએ હાઇકોર્ટમં હેબિયસ કોર્પસની પિટિશન કરવી પડી જ્યારે તેની ૯૫? યાદશક્તિ ગુમાવી ચૂકેલા પતિનો કબજો ગેરમાર્ગે દોરી જબરજસ્તી તેના સસરાએ લઇ લીધો છે. આ પિટિશનમાં કેટલીક સુનાવણીઓ બાદ હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે આ યાદશક્તિ ગુમાવી ચૂકેવી વ્યક્તિને સાતમી અને આઠમી જાન્યુઆરીના રોજ બે કલાક માટે પત્ની અને બાળકો સાથે રહેવા દેવમાં આવે. હવે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે ચાર કલ્લાક પત્ની અને બાળકો સાથે રહેવા દેવમાં આવે. કેસની વધુ સુનાવણી નવમી જાન્યુઆરીના રોજ નિયત કરવામાં આવી છે. હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે ગુજરાત હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં સાતમી અને આઠમી જાન્યુઆરીના રોજ આ વ્યક્તિને તેની પત્ની અને બાળકો સાથે મળવા દેવામાં આવે. બન્ને દિવસ બે કલાક તેઓ સાથે રહ્યાબદ અને સંજોગવશાત્‌ કોઇ જરૃરિયાત પડે તો બંને પક્ષના એક એક વકીલ પણ તેમની આસપાસ હાજર રહે પણ આવી કોઈ જરૂરિયાત ઉભી ન થતા. આ પત્ની અને બાળકોને આ વ્યક્તિ સાથે પૂર્ણ એકાંતમાં વાત કરી શકે અને સમય વીતાવી શકે તેવી વ્યવસ્થા સાથે ચાર કલાક સમય વિતાવવાનો આદેશ હાઇકોર્ટે કર્યોં છે. આ ચાર કલાકના સમય મા પણ કેટલીક શરતો હાઇકોર્ટમાં તેના સસરાના વકીલની વ્યર્થ નિદલીલો બાદ નક્કી કરવામાં આવી છે જેમાં સરત અનુસાર જ્યારે પતિ/પિતાને પત્નીકે દીકરીઓ મળે ત્યારે સંપૂર્ણ એકાંત હોવું જોઈએ પણ સાસુ અને તેની બહેન ઘરમાં હાજર રેહશે સાથે સાથે એક ઓબ્ઝર જે પણ વ્યક્તિના નામ સાથે બંને પક્ષે સહમત થાય તે હાજર રહેશે. કેસની વિગતો જોઈએ તો સેટેલાઇટ વિસ્તારની પોશ સોસાયટીમાં રહેતી અરજદાર પત્નીની રજૂઆત છે કે એક લગ્ન પ્રસંગે તેઓ ગયા હતા ત્યારે એક અકસ્માત તેના પતિ ને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં તેના પતિ ૯૫? યાદદાસ્ત ગુમાવી દીધેલ. તેમના લગ્નને ૨૦ વર્ષ થયા છે અને હાલ ૧૯ વર્ષની અને ૧૩ વર્ષની બે પુત્રીઓ છે. ગત વર્ષે એક અકસ્માતમાં તેમના પતિની ૯૫ ટકા યાદશક્તિ જતી રહી છે અને શારીરિક રીતે પણ હાલ તેઓ ખૂબ અશક્ત છે. પતિને હોસ્પિટલથી ઘરે લાવ્યા બાદ અરજદાર પત્ની તેના પિયર ગઇ હતી. પિયરથી પરત ફર્યા બાદ તેણે જોયું કે બંગલોમાં તાળુ મારેલું હતું અને જાણ થઇ હતી કે સાસુ-સસરાં તેમના પતિને લઇને તેલાવ નજીક આવેલા ફાર્મ હાઉસમાં રહેવા જતા રહ્યા છે અને જયદાદ(પ્રોપર્ટી) માટે તેના(પત્ની) વિરૂદ્ધ ફરિયાદો નોંધાવેલ છે. અરજદાર મહિલાનો આક્ષેપ છે કે તેના સસરાં નિવૃત્ત કલેક્ટર હોવાથી અને તેના પતિ ની હક્કની જયદાદ ને પચાવી પાડવાના આશયથી તેના પતિ ને ઉપાડી ગયેલ છે અને તેના સસરા વગદાર હોવાથી પોલીસ આ અંગે કોઇ પગલાં લઇ રહી નથી.