(એજન્સી) તા.૧૫
આઇપીસીમાં લોકોના માનસને ઝેરી બનાવવાના અપરાધનો કે સરકારને આંતરરાષ્ટ્રીય ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાનો કોઇ ઉલ્લેખ નથી. તેમ છતાં મીડિયા રિપોર્ટ અનુસાર ફેબ્રુ.ના દિલ્હીના રમખાણોમાં જેમની સામે સવાલ ઉઠાવવામાં આવ્યાં છે અથવા તો ધરપક કરવામાં આવી છે તેમની સામે સાઝીશ અને હત્યા ઉપરાંત આ ગુનો આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
દિલ્હી યુનિવર્સિટીના પ્રો. અપૂર્વાનંદ, કર્મશીલ યોગેન્દ્ર યાદવ અને પૂર્વ બ્યુરોક્રેટ હર્ષ મંદર તેમજ ફેબ્રુ.માં દિલ્હીના રમખાણો ભડકાવવા બદલ ઉમર ખાલીદની ધરપકડ હાસ્યાસ્પદ છે પરંતુ સાથે સાથે તેના દ્વારા એક ગંભીર સંદેશ પણ આપવામાં આવે છે. દિલ્હી પોલીસ જેના હેઠળ કામ કરે છે તેવા કેન્દ્ર સરકારના સંદેશ મુજબ એવો ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે રાજકીય હરીફો અને ટીકાકારોને સાંખી લેશે નહીં અને તે કોઇને પણ કોઇપણ સમયે જેલમાં મોકલી શકે છે. આમ એક રીતે એવો સંતોષ છે કે કાંતો લોકોએ સરકાર સામે ઝૂકી જવું જોેઇએ અથવા તો તેમની સ્વતંત્રતામાં નિયંત્રણ માટે તૈયાર રહેવું જોઇએ.
અલીગઢ ખાતે પોતાના ભાષણમાં આરએસએસ અને મોટા ભાઇનો ઉલ્લેખ કરવા બદલ જ્યારે ડો.કફીલખાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પણ આવા જ સંકેતો આપવામાં આવ્યાં હતાં. આમ આ પ્રકારની ધરપકડો અને અટકાયત આકસ્મિક નહીં અને આપખુદી હોય છે અને છેલ્લા એક વર્ષથી આ અંગે એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ભારત હવે સત્તાવાર રીતે પોલીસ રાષ્ટ્ર છે. કાશ્મીરમાં રાજકીય નેતાઓની અટકાયત પણ આ મુદ્દાને સમનર્થન આપે છે.
દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ, સ્કોર્લર્સ અને કર્મશીલોની સાઝીશ, હત્યા અને હુલ્લડખોરી બદલ ધરપકડ કરીને સ્વયંને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી છે. આથી સવાલ એ ઊભો થાય છે કે શું ભાજપ સરકાર અને દિલ્હી પોલીસને અન્યોને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા માટે બીજાની જરુર પડે છે ? કારણ કે ભાજપ સરકાર અને દિલ્હી પોલીસ એક બીજાને આમ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકતા આવ્યાં છે. ઉમર ખાલીદ, ડઝનબંધ વિદ્યાર્થીઓ, લેખકો સ્કોલર્સ અને કર્મશીલોની ધરપકડથી વાસ્તવમાં આશ્ચર્ય થવું જોઇએ નહીં. હવે લોકોએ આ પ્રકારની આપખુદી અને અગમ્ય ધરપકડ માટે તૈયાર રહેવું પડશે.
Recent Comments