જેમ ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદ વધતો જાય છે તેમ કેટલાક નિષ્ણાતો કહે છે કે ગુજરાત રાજ્યમાં શાસક ભાજપની નીતિઓ અને પદ્ધતિઓએ “પ્રણાલીગત, દેશવ્યાપી ભેદભાવ”ના દાખલા તરીકે કામ કર્યું છે

(એજન્સી) તા.ર૧
ફેબ્રુઆરી ૨૦૦૨માં, ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતના એક નાનકડા શહેર ગોધરામાં એક જંકશન પાસે હિન્દુ યાત્રાળુઓને લઈ જતી એક ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. ડઝનો લોકો માર્યા ગયા હતા, અને સ્થાનિક મુસ્લિમોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા, અને રાજ્યભરમાં હિંસક કોમી રમખાણો થયા હતા, જેમાં ૧૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા. અમદાવાદના રહેવાસી નિયાઝે DWને કહ્યું કે, “મુસ્લિમોને સતત ભેદભાવનો સામનો કરવો પડે છે. ૨૦૦૨ પછી જીવન વધુ ખરાબ બન્યું છે. પુનર્વસન ક્ષેત્રમાં રહેનારા છોકરાઓને નોકરી મળતી નથી કારણ કે તેઓ મુસ્લિમ છે. રસ્તાની બીજી બાજુ રહેતા હિન્દુઓ અમારા ક્ષેત્રને પાકિસ્તાન અને તેમના ક્ષેત્રને હિન્દુસ્તાન કહે છે. જ્યારે અમે મોદી સરકારના નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કર્યો ત્યારે અમારા પર પથ્થરમારો કરવામાં આવ્યો.’’
‘બીજા વર્ગના’ નાગરિકો
ગોધરાના સ્થાનિક ડોક્ટરે ડ્ઢઉને કહ્યું કે મુસ્લિમ સમુદાયે “બીજા વર્ગના” નાગરિકો તરીકેની તેમની સ્થિતિ સ્વીકારી લીધી છે. વિશ્વ હિન્દુ પરિષદ (એક જમણેરી હિન્દુ સંગઠન) અને પોલીસ એક સાથે જોડાયેલા છે. જો કોઈ મુસ્લિમ છોકરાને ક્યારેય પોલીસ દ્વારા પકડવામાં આવે, તો કોઈ સ્થાનિક અથવા વકીલ તેની મદદ કરવા આગળ આવવાની હિંમત કરી શકતા નહીં.”
મોદીનું ‘ગુજરાત મોડેલ’
રાજકીય વિશ્લેષકોએ ડ્ઢઉને કહ્યું કે ભાજપે રાજકીય લાભ માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક તનાવ ભડકાવવાનો પ્રયોગ ગુજરાતમાં જ શરૂ કર્યો હતો. ગુજરાત સ્થિત સામાજિક કાર્યકર્તા દેવ દેસાઈએ DWને જણાવ્યું કે, મોદીની “હિંસા અને કોમવાદ”ના ગુજરાતના મોડેલને ગુજરાતથી રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપના મીડિયા કન્વીનર વિનોદ જૈન એવા દાવાને નકારે છે કે ગુજરાતમાં મુસ્લિમો સાથે જુદું વર્તન કરવામાં આવે છે. તે કહે છે કે, ‘‘ગુજરાતમાં મુસ્લિમો સાથે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી; તેમના ધંધા સમૃદ્ધ થયા છે, અને “તેમની આવક વધી રહી છે.” મોદી પહેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા માને છે કે ૨૦૦૨માં ગુજરાતમાં ભાજપના પ્રતિકાર અને ૨૦૨૦ના દિલ્હી રમખાણોના પ્રતિકારમાં સમાનતાઓ છે. તેમણે DWને કહ્યું, ‘‘આ વર્ષે દિલ્હીમાં જોયેલા રમખાણોની ઘટનામાં, ભાજપે ૨૦૦૨ની જેમ જ ઢીલો દોર મૂકી દીધો હતો. ટોળાને હત્યારો આપવામાં આવ્યા. લોકોની કતલ થઈ રહી હતી ત્યારે પોલીસ કેમ ચૂપ રહી ? જો કોઈ સરકારની વિરુદ્ધ બોલ્યું છે તો તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. ભય ઊભો કરવાની આ રીત હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે.”
ભારતના મુસ્લિમો અને હિંદુઓ વિભાજિત
અત્યારે, ગુજરાતમાં મુસ્લિમો એવા કાયદા અંગે ચિંતિત છે, જે હિન્દુઓ અને મુસ્લિમો માટે અલગ વિસ્તારોનું સીમાંકન કરે છે. ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ હેઠળ, સત્તાવાળાઓ આ વિસ્તારના કોમી રમખાણોના ઇતિહાસને આધારે વિસ્તારને “વિક્ષેપિત” જાહેર કરી શકે છે. જેથી ત્યાંના રહેવાસીઓને પોતાનું ઘર અલગ સમુદાયના લોકોને વેચી શકતા નથી. પરંતુ, ભાજપના જૈન કહે છે કે ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ “શાંતિ અને કાયદો” જાળવવા માટે છે.
(સૌ. : ડીડબ્લ્યુ.કોમ)