(એજન્સી) તા.૧૫
ચૂંટણી વર્ષના બજેટને લાગેવળગે છે ત્યાં સુધી આ વખતે મોદી સરકારના ચૂંટણી પૂર્વેના આખરી પૂર્ણ બજેટે લોકપ્રિય પગલાઓ લેવાશે એવી આગાહી ખોટી પાડી છે. તેના કારણે કેટલાક વિપક્ષી રાજકારણીઓ ખાનગીમાં રાહત અનુભવી રહ્યા છે કારણ કે હવે તેમને વ્યાપક સરકારી રાહતોના અભાવમાં આગામી ચૂંટણીમાં લડવાની વધુ તક મળશે.
જો કે બજેટમાં મહત્વાકાંક્ષી સામાજિક અને રાજકીય ધ્યેયનો અભાવ છે એવું કહી શકાય નહીં. જેને ‘મોદી કેર’ એવું નામ આપવામાં આવ્યું છે અને હેલ્થ કેર એક મહત્વાકાંક્ષી યોજના છે જેના હેઠળ ૪૦ ટકા વસ્તીને આવરી લેવામાં આવશે. શું આ મહત્વાકાંક્ષી હેલ્થ કેર યોજના ‘મોદી કેર’ ખરેખર સફળ કામ કરી જશે ? ટીકાકારોને તેની સફળતા અંગે ખાસ કરીને આ યોજનાના અમલ માટે નાણા ભંડોળ એકત્ર થવાની બાબતમાં શંકા વ્યક્ત કરી છે.
જો કે સામાન્ય જે માન્યતા પ્રવર્તે છે તેનાથી તદ્દન વિપરીત વ્યૂહરચનામાં આ મોદી કેર હેલ્થ યોજના માટે નાણા ભંડોળ સુનિશ્ચિત થઇ શકે છે. જેમ કે શરુઆતમાં કેટલાક નિષ્ણાત પંડિતોએ બજેટ બાદ તાત્કાલિક આંકડાઓની ખોટી ગણતરી કરી હતી જેમાં એવું જણાવાયું હતું કે ૫૦ કરોડ લાભાર્થીઓને રૂા.૫ લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા હોસ્પિટલનો ખર્ચ ઉપલબ્ધ બનશે વાસ્તવમાં ૧૦ કરોડ લોકો માટે પ્રતિ પરિવાર મોદી કેર યોજનાનો લાભ મળશે.
બીજંુ દર વર્ષે પરિવારના પ્રત્યેક સભ્યને હોસ્પિટમાં દાખલ થવાની સ્થિતિ ઊભી થતી નથી અને બહુ બહુ તો દર વર્ષે પરિવારના એક કે તેથી વધુ સભ્યોને હોસ્પિટલમાં દાખલ થવું જરુરી બનશે અને આમ દરેક સભ્યને જે રકમનો લાભ મળનાર છે તે રૂા.૫ લાખથી પણ ઓછો હોઇ શકે. ત્રીજો વાંધો એ ઉઠાવવામાં આવ્યો છે કે બજેટમાં આ પ્લાન માટે ફાળવવામાં આવેલ રૂા.૨૦૦૦ કરોડ આ મહત્વાકાંક્ષી યોજનાના વ્યાપને જોતા કઇ કહેવાય નહી. આ રકમ સાવ નજીવી છે. પાછળથી એવું સ્પષ્ટ થયું હતું કે તે અપેક્ષિત વીમા પ્રિમિયમના ૬૦ ટકા જેટલી રકમ છે અને બેલેન્સ ૪૦ ટકા રકમ રાજ્યો ભોગવનાર છે. આમ આ મહત્વાકાંક્ષી મોદી કેર યોજના માટે નાણા ભંડોળ પર્યાપ્ત પ્રમાણમાં સુનિશ્ચિત થઇ શકશે.