(એજન્સી) તા.૬
૧૨,ઓગસ્ટના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગી એક ટેલિવિઝન ડિબેટ પર હાજર થયા હતા જ્યાં ભારતના શાસક પક્ષ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તો તેમને ધાકધમકી આપીને ખખડાવ્યાં હતાં. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પોતાના ખાસ અંદાજ અનુસાર તેમને જયચંદ ગણાવીને તેમની હાંસી ઉડાવી હતી.
બેંગ્લોરમાં એક દિવસ અગાઉ ફાટી નીકળેલા રમખાણો માટે મુસ્લિમોને વખોડી નહીં કાઢવા બદલ રાજીવ ત્યાગીના હિંદુ ધર્મ સામે સતત પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવી હતી. આ પ્રકારની અત્યંત આક્રમક ડિબેટની થોડી મિનિટો બાદ રાજીવ ત્યાગીનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું. ભારતીય ટીવીની લાક્ષણિક સ્ટાઇલમાં આ સમગ્ર ડિબેટ બેફામ ઇસ્લામોફોબિયાના વિવાદને લઇને હતી જેમાં ભાજપના પ્રવક્તાએ ડિબેટની શરૂઆત ઇસ્લામોફોબિક કોમેન્ટ સાથે કરી હતી. જેમ કે આપણે જ્યારે હુલ્લડખોરોનો ઉલ્લેખ કરીએ ત્યારે કોઇ ચોક્કસ સમુદાય એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઇએ નહીં પરંતુ આપણે ખુલ્લેઆમ કહેવું જોઇએ કે હુલ્લડખોરો મુસ્લિમો હતા. જ્યારે સામે પક્ષે રાજીવ ત્યાગી સતત એવો દાવો કરી રહ્યાં હતાં કે જેમની પોસ્ટને કારણે રમખાણ થયાં એવા ભાજપના કાર્યકર સાથે પ્રત્યેક હુલ્લડખોરની ધરપકડ થવી જોઇએ અને તેમને સજા થવી જોઇએ. રાજીવ ત્યાગી જ્યારે પોતાની સામેના આક્ષેપોનો જવાબ આપી રહ્યાં હતાં ત્યારે એન્કરે દરમિયાનગિરી કરીને એવું પૂછ્યું હતું કે પોલીસે રમખાણો ભડકાવનાર પોસ્ટ મૂકનાર વ્યક્તિની ધરપકડ કરવામાં વિલંબ કર્યો હતો એવું જણાવીને તમે રમખાણોને શા માટે યથાર્થ ઠરાવી રહ્યાં છો ? આમ રાજીવ ત્યાગીને બદનામ કરવાનો અને તેઓ હિંદુ હોવા છતાં તેમને હિંદુ વિરોધી તરીકે ચીતરવાનો પ્રયાસ થયો હતો. સંબિત પાત્રાએ પણ તેમને વારંવાર હિંદુ ધર્મના ગદ્દાર તરીકે ગણાવ્યાં હતા.તેમણે રાજીવ ત્યાગી વિરૂદ્ધ પોતાના પ્રહારો ચાલુ રાખીને જણાવ્યું હતું કે કપાળે તિલક કરવાથી કોઇ સાચા હિંદુ બની જતાં નથી અને આમ આ સંદર્ભમાં તેમણે રાજીવ ત્યાગીના તિલકનો ઉલ્લેખ કર્યો હતો. આ પરથી ખરેખર પ્રશ્ન એ થાય છે કે શું રાજીવ ત્યાગી ઇસ્લામોફોબિયાના શિકાર બનનાર બિનમુસ્લિમ છે?આમ આ પ્રકારની વયમનસ્યપૂર્વક કનડગતની માત્ર ૩૦ મિનિટમાં રાજીવ ત્યાગીનું હાર્ટ એટકના કારણે મૃત્યુ થયું હતું. રાજીવ ત્યાગીના પત્નીએ પણ એવું ઠરાવ્યું હતું કે સંબિત પાત્રા પોતાના પતિના મૃત્યુ માટે જવાબદાર છે કારણ કે રાજીવ ત્યાગીના છેલ્લા શબ્દો એવા હતાં કે આ લોકોએ મને મારી નાખ્યો છે. આમ ભાજપ માટે રાજીવ ત્યાગી તેમના ધર્મના ગદ્દાર બન્યાં હતાં કારણ કે ૧૮૨ મિલીયન ભારતીય મુસ્લિમોનું શેતાનીકરણ કરવાનો ઇન્કાર કર્યો હતો.
(સૌ.ઃ ટુ સર્કલ્સ.નેટ)
Recent Comments