(એજન્સી) તા.૧૦
કર્મશીલ અને વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ પડતર અદાલતની અવમાનનાની કાર્યવાહીનું પરિણામ વધુને વધુ કુતુહલ પ્રેરક બનતું જાય છે. એન રામ, અરુણ શૌરી અને ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલ રિટ પિટિશનના લિસ્ટીંગ અને ડિલીશન પર છેડાયેલ વિવાદની જસ્ટીસ અરૂણ મિશ્રાની બેંચ સમક્ષ ભૂષણ વિરુદ્ધ અદાલતની અવમાનનાની અનિર્ણિત પિટિશન પર અણધારી અસર પડી શકે છે.
જો કે તેની કોઇ અણધારી અસર પડે તેમ લાગતું નથી કારણ કે જસ્ટીલ મિશ્રાએ પોતાનો ચુકાદો અનામત રાખતા રિટ પિટિશન સાથે સ્ટે માટે દાખલ કરવામાં આવેલ અરજી હવે નિરર્થક બની જાય છે. આ ઉપરાંત સુપ્રીમકોર્ટે શૌૈરી, રામ અને પ્રશાંત ભૂષણ તરફથી દાખલ કરવામાં આવેલ પિટિશનને લીસ્ટીંગ કરવાના મામલે સંબંધીત અધિકારીઓ પાસેથી ખુલાસો માગ્યો છે અને તેમાં ગુનાહિત અવમાનના સાથે સંકળાયેલ કાનૂની જોગવાઇના બંધારણીય કાયદેસરતાને પડકારવામાં આવી છે. પ્રશાંત ભૂષણ વિરુદ્ધ પડતર અવમાનનાની બંને અરજીઓના સંદર્ભમાં મંગળવારની યાદીમાંથી પિટિશનને ડિલીટ કરવામાં આવતાં એક નવો વિવાદ છેડાયો છે કે શું સુપ્રીમકોર્ટે અન્ય કોઇ પણ બેંચ સમક્ષ નહીં પરંતુ માત્ર જસ્ટીસ અરુણ મિશ્રાની બેંચ સમક્ષ સુનાવણી સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમકોર્ટે બિન જરુરી ચિંતા દર્શાવી છે કે કેમ તે બાબતે વિવાદનો મધપૂડો છંછેડાયેા છે.
સુપ્રીમકોર્ટના સૂત્રોએ જણાવ્યું છે કે આ પિટિશનોને સ્થાપિત પરંપરા મુજબ આ પ્રકારના કેસો પર સુનાવણી કરનાર બેંચ સમક્ષ તેનું લિસ્ટીંગ કરવું જોઇતું હતું. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરંપરા અને પ્રક્રિયા અનુસાર આ કેસનું લિસ્ટીંગ કેવી બેંચ સમક્ષ કરવું જોઇતું હતું જે આ પ્રકારના કેસોની પહેલેથી જ સુનાવણી કરી રહી છે, પરંતુ આ પરંપરા અને પ્રક્રિયાની ઉપેક્ષા કરીન લિસ્ટીંગ કરવામાં આવ્યું છે અને તેથી સંબંધીત અધિકારીઓનો ખુલાસો માગવામાં આવ્યો છે.
જુદી જુદી બેંચ સમક્ષ કેસોના લિસ્ટીંગમાં અવરોધો ઊભા થવા એ સામાન્ય વાત છે, પરંતુ લિસ્ટીંગ બાદ કેસને ડિલીટ કરવાનો હોય તો ઔચિત્ય અનુસાર જે જજ આ કેસની સુનાવણી કરવાના હોય તેમની મંજૂરી મેળવવી જરુરી છે. આ કેસને ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ અને જોસેફની મંજૂરી વગર આપખુદી રીતે ડિલીટ કરવા સામે સુપ્રીમકોર્ટ ગંભીર વલણ અખત્યાર કરે છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
(સૌ.ઃ ધ વાયર.ઈન)