(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે હારી જનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી મતવિસ્તારમાં ૧૦,૦૦૦ ગાયો વહેંચશે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોર્પોરેટ સામાજિક જવાબદારી યોજના હેઠળ નર્મદા ફર્ટિલાઈઝર દ્વારા આ ગાયોને લાવવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર ઈરાની અમેઠીની તેની મુલાકાત દરમિયાન ૧૦,૦૦૦ પરિવારોને ગાયો ભેટમાં આપશે. ગુજરાત સ્થિત ખાતરી કંપનીએ અમેઠીના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં વસતા પરિવારોની પસંદગી કરવાનું કામ ચાલુ કર્યું છે. દરેક મતવિસ્તારમાં ૨,૦૦૦ ગાયો વહેંચવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટિમાં જણાવવામાં આવ્યું છે. જોકે ઈરાનીના આ પગલાં પર ટ્‌વીટર પર લોકો આશંકા ખડી રહ્યાં છે કે લોકો પૂછી રહ્યાં છે કે શું સ્મૃતિ ઈરાની આવું કરીને વોટબેન્ક રાજનીતિ કરી રહ્યાં છે. આવતે મહિને ઈરાની અમેઠીમાં ગાયોની ભેટ આપશે. નર્મદા ફર્ટિલાઈઝર દ્વારા આ ગાયોને ખરીદવામાં આવી રહી છે. શા માટે ગુજરાત સ્થિત કંપનીને આ માટે પસંદગી કરવામાં આવી છે તેવું પણ સવાલ પૂછાઈ રહ્યો છે. ગુજરાત આઈપીએસના પૂર્વ અધિકારીએ કહ્યું કે પોતાના મતવિસ્તાર અમેઠીમાં ૧૦,૦૦૦ ગાયોની ભેટ માટે જીએનએફસી દ્વારા ફંડ પૂરુ પાડવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોર્પોરેટ સામાજિક જવાબદારી યોજના હેઠળ નર્મદા ફર્ટિલાઈઝર દ્વારા આ ગાયોને લાવવામાં આવી રહી છે.