(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૪
મોડાસા મુકામે મશહૂર શાયર ઈમરાન પ્રતાપગઢીનો મુશાયરા કાર્યક્રમ તાજેતરમાં એમ.આર.ટી.સી.ના વિશાળ પટાંગણમાં યોજાઈ ગયો. યુવા ગ્રુપ મોડાસા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મખદૂમ એજ્યુકેશન ટરસ્ટના પ્રમુખ નઈમભાઈ મેઘરેજી તથા યુવા ગ્રુપના સાજીદ ખાનજી, સરફરાજ મેઘરેજી, અમ્માર શેઠ, અસ્ફાક મલેક, બુરહાન ચગન, આસીફ પટીવાલા સાથે અન્ય યુવાનોની ભારે જહેમતથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, સર્વોદય બેંકના ચેરમેન તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઈકબાલ હુસેન ઈપ્રોલિયા, ચેરમેન, એમ.આર.ટી. અ.રજ્જાક ટીંટોઈયા, અનીસભાઈ દાદુ, ઐયુબભાઈ શેખ, સાથે અતિથિ વિશેષ તરીકે મુકેશભાઈ પટેલ, સલાઉદ્દીન મોઠાસીવા, કાઉન્સિલર હુસેનભાઈ ખાલક, અ.કરીમભાઈ દુરાની, સાલેહ મહંમદ ખાલક, મંજૂરહુસેન ઝાઝ, સોહેલ બાકરોલિયા, માલપુર બેંકના ચેરમેન તથા સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શૈક્ષણિક જાગૃતિ સાથે દીકરીઓને સન્માન આપી કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ લાવવાના ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં યશ ભારતી એવોર્ડ વિજેતા અને ઉત્તરપ્રદેશના જાણીતા શાયર અને સામાજિક કાર્યકર ઈમરાન પ્રતાપગઢીને જોવા તથા તેમની શાયરીને માણવા મોડાસા શહેર સાથે જિલ્લાના આસપાસના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. એકધારા બે કલાક ચાલેલા આ કાર્યક્રમને સાંભળી સૌ ઝૂમી ઉઠ્યા હતા.