કરાચી,તા.૧૧
પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને સીનિયર ક્રિકેટર શોએબ મલિકે ટી??-૨૦ ક્રિકેટમાં કંઈક એવું કર્યું છે, જે આ પહેલા કોઈ એશિયન બેટ્‌સમેને કર્યું નથી.
મલિકે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ એશિયન અને ત્રીજો બેટ્‌સમેન બન્યો છે. ક્રિસ ગેલ અને કેરોન પોલાર્ડ આ પહેલા આ સફળતા મેળવી શક્યા છે. પાકિસ્તાનમાં રમાઈ રહેલી નેશનલ ટી-૨૦ કપમાં શનિવારે મલિકે રાવલપિંડીમાં ખૈબર પખ્તુન્ખ્વા માટે ૭૬ રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. મલિકની પત્ની અને ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ તેમના માટે એક ખાસ ટ્‌વીટ કર્યું છે. સાનિયા મિર્ઝાએ ટિ્‌વટર પર લખ્યું કે, “લાંબી આયુ, ધૈર્ય, સખત મહેનત, બલિદાન અને વિશ્વાસ શોએબ મલિક, હુ તમારા પર ગર્વ અનુભવું છું.” આઇસીસીએ ટિ્‌વટર પર લખ્યું, ’શોએબ મલિક આજે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર ત્રીજો ખેલાડી બન્યો છે. ફક્ત ક્રિસ ગેલ અને કેરોન પોલાર્ડે તેમના કરતા વધારે રન બનાવ્યા છે. આઈસીસીનાં આ ટ્‌વીટને શેર કરતા સાનિયાએ ટ્‌વીટ કર્યું છે. જોકે, શોએબની ટીમ જીતી શકી નહીં. તેણે આઠ ચોક્કા અને બે છક્કાની મદદથી ૪૪ બોલમાં ૭૪ રન બનાવ્યા.