મુઠ્ઠીઊંચેરા અભિનેતા અને અસાધારણ પ્રતિભાના માલિક યુસુફ ખાન છેલ્લા ૫૦ વર્ષનો સાથ છોડી જતાં સાયરા બાનુ ઊંડા આઘાતમાં

મુંબઈના જૂહુ સ્થિત કબ્રસ્તાન ખાતે ફિલ્મ જગતના મુઠ્ઠીઉચેરા કલાકાર અને અસાધારણ પ્રતિભાના માલિક યુસુફ ખાનની સંપૂર્ણ રાજ્કીય સન્માન સાથે દફનવિધી કરવામાં આવી હતી. આ સમયે હંમેશા તેમના પડછાયાની જેમ તેમની સાથે રહેલા પૂર્વ અભિનેત્રી તથા તેમના પત્નિ સાયરા બાનુએે દફનવિધી પહેલાં પોતાના ‘કોહીનૂર’ને અંતિમ સલામ કરી હતી. આ દંતકથા સમાન અભિનેતા પોતાની પાછળ પોતાની પત્નિ સાયરા બાનુને મુકતા ગયા છે. ડોકટરોએ જ્યારે સાયરા બાનુને દિલીપ કુમારના નિધનના સમાચાર આપ્યા ત્યારે તેઓ રીતસર ભાંગી પડયા હતા. અને રડવા લાગ્યા હતા. તેમણે ભારે હદૃયે પોતાના પતિ યુસુફ ખાનને અંતિમ વિદાય આપી હતી. દિલીપ કુમાર તરીકે જાણીતા યુસુફ ખાનના નિધનથી ભાંગી પડેલા સાયરા બાનુને સાંત્વના આપવા તેમના નિવાસ્થાને પહોંચી ગયા હતા. જેમાં તમામ નેતા-અભિનેતા સહિત તમામ ક્ષેત્રના દિગ્ગજો સામેલ હતા. ભારતીય ત્રિરંગામાં લપેટી યુસુફ ખાનના મૃતદેહને કબ્રસ્તાન ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે તેમના પત્નિ સાયરા બાનુ પણ હાજર રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. દિલીપ કુમારના મોતથી સાયરા બાનુ ઉંડા આઘાતમાં સરી પડયા છે. દિલીપ કુમાર અને સાયરા બાનુ છેલ્લા પાંચ દશકથી પડછાયાની જેમ એક બીજાની સાથે હતા.