(એજન્સી) તા.૬
એક વિચરતા ભરવાડ તરીકે મોહંમદ યુસુફ હંમેશા ફરતો જોવા મળતો હતો પરંતુ શનિવારે તેના અતિ વ્યથિત જીવનનો આરંભ થયો હતો. યુસુફ સાથે તેમનો મૃત પુત્ર મોહંમદ અબ્રારનો મૃતદેહ નવી નકોર લાકડાની કોફીનમાં પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૮ મહિનાના બાળકના પિતા અબ્રાર અને તેના પિતરાઇ ઇબ્રાર અને ઇમ્તિયાસની જુલાઇમાં શોપિયાંમાં લશ્કર દ્વારા એક ફેક એન્કાઉન્ટરમાં હત્યા થઇ હતી. શનિવારે તેમના મૃતદેહો કબરમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. યુસુફ અને અન્ય પરિવારજનો રાજૌરી જમ્મુમાં પોતાના ઘરેથી મૃતદેહો પરત લેવા શુક્રવારે આવ્યાં હતાં. શનિવારે ફરીથી વતન પરત જવાની ૨૪૦ કિ.મી.ની સફર જાણે કોઇ હેતુ વગરની હોય એવું થઇ ગયું. યુસુફે ટેલિગ્રાફને જણાવ્યું હતું કે મારા પુત્રનો ચહેરો તોડી નાખવામાં આવ્યો હતો. તેમણે કોઇ કારણ વગર મારા નિર્દોષ પુત્રને મારી નાખ્યો એવું યુસુફે જણાવ્યું હતું.
ત્રણેય મૃતકો રોજગારીની શોધમાં કાશ્મીર ગયાં હતાં કે જેથી તેઓ પોતાના ગરીબ પરિવારોને મદદ કરી શકે. ૧૭મીની રાત્રે શોપિયાંમાં તેઓ આર્મીના ૬૨ રાષ્ટ્રીય રાઇફલ દ્વારા છોડવામાં આવેલ ગોળીબારને કારણે બંનેનું મૃત્યુ થયું હતું. અજાણ્યા ત્રાસવાદીઓના ધોરણો અનુસાર તેમને બારામુલ્લામાં એક દૂરના કબ્રસ્તાનમાં તેમને દફનાવી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પરિવારે શોધખોળ અભિયાન શરુ કર્યુ હતું અને પોલીસે રાજૌરી પરિવારો અને હત્યા કરાયેલ યુવાનોના સેમ્પલ વચ્ચે મેચિંગ થયું હતું અને ડીએનએ મેચ દ્વારા અહેવાલને પુષ્ટી આપી હતી. સરકારે ન્યાયનું વચન આપ્યું છે પરંતુ કાશ્મીરમાં શોકાર્ત પરિવાર માટે તેનો સપ્લાય ઓછો છે તેમ છતાં યુસુફે આશા ગુમાવી નથી.