(એજન્સી) શ્રીનગર, તા. ૩૧
જમ્મુ કાશ્મીરના શોપિયામાં લશ્કરના ગોળીબાર દરમિયાન માર્યા ગયેલા ત્રણ યુવાનોના મોતના કેસમાં નવા વળાંક આવ્યો છે. એક બાજુ ૧૦ ગઢવાલ રાફઈલના સૈનિકોને જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી નોંધાયેલી એફઆઈઆરમાં આરોપી બનાવવામાં આવ્યાં છે તો બીજુ બાજુ હવે સેનાએ પણ જવાબી એફઆઈઆર નોંધાવી છે. શોપિયામાં ગોળીબાર દરમિયાન પથ્થરમારો કરી રહેલા લોકોની સામે વળતી એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. શનિવારે આ કેસમાં પોલીસે કેસ દાખલ કરી દીધો હતો. જેમાં આર્મીના મેજરની આગેવાનીવાળા ૧૦ ગઢવાલ રાઈફલના સૈનિકોને આરોપી બનાવવામાં આવ્યાં હતા. પોલીસે રવિવારે જવાનોની સામે હત્યા અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ મુદ્દે રાજ્યમાં સત્તાધારી ગઠબંધન પીડીપી અને ભાજપ વચ્ચે ચીલઝડપ ચાલી રહી છે. ભાજપે આ એફઆઈઆર પરત લેવાની માંગણી કરી છે તો પીડીપીએ તેનો ઈન્કાર કર્યો છે. મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ કહ્યું કે તપાસને તાર્કિત પરિણામે પહોચાડવામાં આવશે. શોપિયા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળોની ગોળીબારમાં ઘાયલ વધુ એક નાગરિકનુ મોત થયું છે જે પછી આ ઘટનામા મૃતકોની સંખ્યા વધીને ત્રણ થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ૧૯ વર્ષના રઈસ અહેમદને હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યો હતો અને બુધવારે સવારે તેનુ મોત થયું. શોપિયાના ગાનોપોરામાં ૨૭ જાન્યુઆરીનો રોજ કથિત રીતે પ્રદર્શનકારી ભીડે સેનાના કાફલા પર હુમલો કરી દીધો હતો જે પછી સુરક્ષા દળોની ગોળીબારમાં જાવેદ અહેમદ અને સુહેલ અહમદનુ મોત થઈ ગયું હતું. રાજ્ય સરકારે મેજિસ્ટ્રેટની તપાસનો આદેશ આપ્યો છે. જ્યારે પોલીસે પણ ગઢવાલ યુનિટના ૧૦ જવાનોની સામે આઈપીસીની વિભિન્‌ ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે તેમાં એક મેજરનું પણ નામ આવ્યું છે.