(એજન્સી) તા.૧૮
પ્રાઈમ ટાઈપ શોમાં લઘુમતીઓ વિરૂદ્ધ આપતિજનક ટિપ્પણી કરી ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ ટીવી ન્યૂઝ એન્કર અમિશ દેવગણ વિરૂદ્ધ અનેક એફઆઈઆર દાખલ થઈ હતી. ૧પ જૂન ર૦ર૦ના રોજ બરસો બાદ અયોધ્યા કી આસ હુઈ પુરી સંત કહે કાશી-મથુરા કયું રહે અધુરી ? નામના શિર્ષક સાથે પ્રસારીત થયેલા શોમાં દેવગણે ફકત લઘુમતી સમુદાયના પેનલિસ્ટોનું જ અપમાન કર્યું ન હતું પરંતુ સૂફીસંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (રહે) અંગે પણ આપતિજનક ટિપ્પણી કરી હતી. સબરંગ ઈન્ડિયાના વિશ્લેષણ મુજબ જયારે આર્થિક મંદી અને સ્વાસ્થ્ય કટોકટી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર હતી. ત્યારે આ સનસનીખેજ ડિબેટ ફકત કોમવાદી નફરતને ઉશ્કેરવા અને લઘુમતી વિરોધી વાતાવરણ ઉભુ કરવા માટેનું કૃત્ય હતું. સામાન્ય રીતે ખ્વાજા ગરીબ નવાઝ તરીકે જાણીતા ખ્વાજા મોઈનુદ્દીના ચિશ્તી (રહે.) પર્શિયન મુસ્લિમ ઉપદેશક અને ધાર્મિક વિદ્વાન હતા. અજમેર શરીફ સ્થિત તેમની દરગાહ પર બધા ધર્મના લોકો હાજરી આપે છે. આ આપતિજનક ટિપ્પણી બદલ અમિશ દેવગણ વિરૂદ્ધ દેશભરમાં અસંખ્ય એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. રઝા એકેડમી, દારૂલ ઉલૂમ ચિશ્તીયા, સંવિધાન બચાવ મંચ, શિવસેનાના સભ્યો સમાજવાદી પાર્ટી અને જમાત રઝા-એ-મુસ્તુફા જેવા અનેક સંગઠનોએ પણ દેવગણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. રઝા એકેડેમીના વડાા મોહમ્મદ સઈદ નુરીએ ટી.વી.૧૮ના અધિકારીઓ સાથે મુલાકાત કરી ચેનલમાંથી દેવગણની હકાલપટ્ટી કરવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે અમિશ દેવગણ અગાઉ પણ આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી ચૂકયા છે.
શોમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (રહે.)નું અપમાન કરવા બદલ ટીવી એન્કર અમિશ દેવગણ વિરૂદ્ધ સંખ્યાબંધ એફઆઈઆર દાખલ થઈ

Recent Comments