સુરત,તા.૨૦
સુરત શહેરના પાંડેસરા ગણેશકૃપા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ પાસે જાહેર શૌચાલયમાં પેશાબ કરવાની કતારમાં ઊભા રહેવા દરમિયાનની નજીવી બાબતના ઝઘડામાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં કોર્ટે આજે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપી રાહુલ સેન્ડીને સજા સાથે વીસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
કેસની વિગત મુજબ ગત તા. ૨૪મી જાન્યુઆરી-૨૦૧૪ના રોજ દીપક ગોવિંદ પ્રધાન અને આરોપી રાહુલ સાથે શૌચાલયમાં પેશાબ કરવા માટે ઊભા રહ્યા હતા. આ દરમિયાન દીપકે પોતાને તકલીફ હોય ઝડપથી પેશાબ કરવા દેવા ત્યાંથી ખસી જવા રાહુલને જણાવ્યું હતું, જેના જવાબમાં રાહુલે ગાળા ગાળી શરૂ કરી હતી જેથી ઉશ્કેરાયેલા દીપકે તેને લાફો મરી દીધો હતો. આ ઘટનામાં રાહુલ સેન્ડીએ પોતાની પાસેનો ચપ્પુ કાઢી દીપકને છાતીના ભાગે ઘા ઝીંકી દીધા હતા.
જેને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવમાં પોલીસ તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરવા ઉપરાંત સાંયોગિક પુરાવાઓ એકત્ર કર્યા હતા. કોર્ટે સેન્ડીને દસ વર્ષની સજા ફટકારી હતી. સાથે વીસ હજારનો દંડ નહીં ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા પણ કરી હતી.
શૌચાલયમાં પેશાબ કરવાની ઉતાવળમાં હત્યા કરનારને ૧૦ વર્ષની સજા

Recent Comments