મોસાલી, તા.૧૮
સુરત શહેર અને જિલ્લામાં માત્ર ઉત્તરપ્રદેશના સાડા ત્રણ લાખ શ્રમિકો કામ કરે છે, વળી લાંબા સમયથી ફેક્ટરીઓ બંધ હોય આ શ્રમિકોએ આજે તારીખ ૧૮ મેનાં માંગરોળ તાલુકાનાં પીપોદરા જી.આઇ.ડી.સી.માં આવેલી પ્રકાશ સિનેમા ગલીની સામેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ શ્રમિકોનું ટોળું ઘસી આવ્યું હતું અને આ હાઇવે ઉપર ચક્કાજામ કરી ટ્રાફીક બંધ કરી દઈ માંગ કરતાં હતાં કે, અમને ભોજનની વ્યવસ્થા કરી આપો અને અમને અમારા વતનમાં જવાની વ્યવસ્થા કરી આપો, આ બનાવની જાણ પોલીસને થતાં સુરત જિલ્લાના ડી.વાય.એસ.પી. જાડેજાનાં નેતૃત્વમાં સમગ્ર જિલ્લાની પોલીસ, જિલ્લા એલ.સી.બી., જિલ્લા એ.સો.જી.નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરી હાઇવે ચાલુ કરાવ્યો હતો, સાથે જ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું પોલીસે દશ થી પંદર જેટલાં લોકોને ડીટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.