શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા ૨૫ દિવસથી વધુ સમયથી બંધ રહેતા વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી કામદારો માટેની આ યોજના શરૂ કરવાની માગણી કરી હતી.