ર૦૧૪માં આવેલા પૂરમાં ઘર વહી જતાં છોકરીનો પરિવાર આ કામચલાઉ આશ્રય સ્થાનમાં રહે છે.

(એજન્સી) તા.રપ
ર૩ મે બુધવારના દિવસે શ્રીનગરના એક હોટલમાં એક છોકરી સાથે પ્રવેશ કરવા વિશે થયેલા વિવાદ પછી પોલીસે થોડીવાર માટે મેજર ગોગોઈની ધરપકડ કરી હતી. બીજી તરફ છોકરીના પરિવારનો આક્ષેપ છે કે મેજર ગોગોઈ અને તેમનો ડ્રાઈવર વગર કારણે છોકરીના ઘરમાં ઘૂસી ગયા હતા. તે દરમિયાન તેઓ સિવિલ ડ્રેસમાં હતા. બડગામમાં રહેતી છોકરીની માંએ એક અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું હતું કે, આર્મી માટે કામ કરનાર સમીર ર૦ દિવસ પહેલાં અડધી રાત્રે અમારા ઘરમાં ઘૂસી ગયો હતો તેની સાથે મેજર ગોગોઈ પણ હતા. આ લોકોએ પૂછયું કે અમને કોઈ ધમકાવી તો નથી રહ્યું. તેઓ શું કહી રહ્યા હતા તે હું ન સમજી શકી. તેઓ તરત ચાલ્યા પણ ગયા. મારી દીકરીને ફસાવવામાં આવી રહી છે તે અત્યારે બાળકી છે. એમણે આ પણ જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં પણ સમીર તેમના ઘરે આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં આ વિશે મારી દીકરીને પૂછયું તો તેણે કશું પણ જણાવવાની મનાઈ કરી દીધી છે. મને લાગે છે કે, સમીર એક દલાલ છે તેને ફાંસી આપી દેવી જોઈએ. એક અન્ય સમાચારપત્રના અહેવાલ પ્રમાણે છોકરીની માંએ કહ્યું હતું કે, તે સવારે ઘરેથી આ કહીને નીકળી હતી કે તે બેંક જઈ રહી છે અને ત્યારબાદ તે પરત નથી આવી. પરિવારને આ ઘટના વિશે ત્યારે જાણ થઈ જ્યારે પોલીસે ગામના સરપંચને ફોન કર્યો. છોકરીની માએ આ આક્ષેપ કર્યો હતો કે મેજર ગોગોઈએ બે વખત તેમના ઘરે છાપો માર્યો હતો. ગોગોઈએ તેમને ધમકી આપી હતી કે આ વિશે કોઈને ન જણાવે. બન્ને વખતે ગોગોઈની સાથે સમીર હતો. સેનાને જોઈ છોકરીની માં ગભરાઈ ગઈ હતી. છોકરીની માતાનું કહેવું છે કે, તેમની દીકરી ૧૭ વર્ષની છે. છોકરીનું નિવેદન નોંધી તેને છોડી દેવામાં આવી હતી.