(એજન્સી) તા.ર૮
અમે એટલા નિષ્ઠુર અને અશિષ્ટ પણ નથી કે કોઈની શુભેચ્છાને ફગાવી દઈએ. અમે એ સમુદાયના લોકો છીએ જે દુશ્મનને પણ માફી આપી આવકારે છે. પરંતુ ખેદજનક બાબત એ છે કે, અમે તમારી ઈદની મુબારકબાદી નહીં સ્વીકારી શકીએ કારણ કે,
(૧) તમે ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પરવેશ વર્માને દિલ્હીના વાતાવરણમાં ઝેર ફેલાવવા દીધું.
(ર) તેમણે મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ફેલાવ્યું પરંતુ તમે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. દિલ્હી પોલીસ તમારા નિયંત્રણમાં નથી એ વાત સાચી પરંતુ તમારી પાસે ગૃહવિભાગ અને કાયદા વિભાગ છે. તમે દિલ્હી સરકાર વતી આ ત્રણેય વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી શક્યા હોત.
(૩) તમે ર૪ ફેબ્રુઆરીના રોજ પૂર્વ દિલ્હીમાં મુસ્લિમ વિરોધી રમખાણો થવા દીધા અને અત્યાર સુધી તમે રમખાણ પીડિતોની મુલાકાતે ગયા નથી.
(૪) આ રમખાણોમાં છ મસ્જિદો અને ચાર દરગાહો શહીદ કરી દેવામાં આવી પરંતુ તમે અથવા તો તમારા કોઈપણ મંત્રીએ આમાંથી એક પણ મસ્જિદની મુલાકાત ન લીધી.
(પ) દિલ્હી સરકારે વિસ્થાપિતો માટે કોઈ સહન-શિબિર સ્થાપિત ન કરી પરંતુ તમારી સરકારે વકફ બોર્ડ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા રાહત-શિબિરનો યશ લીધો.
(૬) તમે જ્યારે નોંધ્યું કે, વકફ બોર્ડના ચેરમેને રૂા.૧ કરોડનું દાન એકત્ર કરી તેમની મર્યાદાનો ભંગ કર્યો છે ત્યારે તમે તેમને ચેરમેન પદેથી દૂર કર્યા.
(૭) દિલ્હી વકફ બોર્ડ દ્વારા નિમણૂંક કરાયેલા ઈમામોને પાંચ મહિના પછી પગારની ચૂકવણી કરવામાં આવી.
(૮) તમે કોરોના મહામારી અને તબ્લીગી જમાતનો ઉપયોગ કરી મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા અને તેમને ઠપકો આપ્યો.
(૯) ૩૦ ટકા કોરોનાના ફેલાવવા માટે તમે તબ્લીગી જમાત સાથે સંકળાયેલા બે હજારથી વધુ લોકોની અટકાયત કરી.
(૧૦) લોકડાઉન દરમિયાન પૂર્વ દિલ્હીના રમખાણો સંદર્ભે પોલીસે મુસ્લિમ યુવાનો અને બાળકોની પણ અટકાયત કરી પરંતુ તે વખતે પણ તમે ચૂપ રહ્યા.
આ ઈદ ૬૦ દિવસનો લોકડાઉન પછી આવી છે આવી સ્થિતિમાં મુસ્લિમો તમારી મુબારકબાદી ન સ્વીકારી કોઈ મોટા બદલાથી વંચિત નહીં રહે.
– એમ.વદૂદ સાજીદે (સૌ.ઃ ઉર્દૂ મીડિયા મોનિટર.કોમ)