કોલંબો,તા.૧૦
શ્રીલંકન ક્રિકેટ ટીમના ૧૦ ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ પરથી નામ પાછું ખેંચી લીધું છે. શ્રીલંકા ક્રિકેટ અનુસાર, વનડે ટીમના કપ્તાન દિમૂઠ કરુણારત્ને, ટી-૨૦ કપ્તાન લસિથ મલિંગા, પૂર્વ કપ્તાન એન્જલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડી સિલ્વા, અકિલા ધનંજય, સુરંગા લકમલ અને દિનેશ ચંડીમલે નામ પાછા લીધા છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે આમાં ભારતનો હાથ છે.
ફવાદે ટ્‌વીટમાં લખ્યું કે, મને અમુક સ્પોટ્‌ર્સ કોમેન્ટેટરે જણાવ્યું છે કે ભારતે શ્રીલંકાના ખેલાડીઓને ધમકી આપી છે કે જો તે પાકિસ્તાન રમવા જશે તો તેમને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા નહીં મળે. આ ભારતની બહુ ખરાબ ચાલ છે. શ્રીલંકાના ખેલ મંત્રી હેરિન ફર્નાન્ડોએ કહ્યું હતું કે ખેલાડીઓ સુરક્ષાને લઈને ચિંતિત હતા. તેઓ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને તેમને સમજાવશે કે ટીમને ત્યાં પૂરેપૂરી સુરક્ષા આપવામાં આવશે.