મેલબોર્ન,તા.૨૯
ભારતની આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ ગ્રુપના એ મેચમાં શનિવારે શ્રીલંકાને ૭ વિકેટે હારનો સ્વાદ ચખાડ્યો હતો. આની સાથે જ ભારતે આ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી લીધી છે. ભારત પહેલા જ સેમીફાઇનલમાં તેની જગ્યા બનાવી ચુક્યુ છે. શ્રીલંકાને હરાવીને ભારતે પોતાના ગ્રુપમાં તમામ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર તેની જગ્યા બનાવી લીધી છે. ભારતીય મહિલા ટીમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવીને ૨૦૨૦ની ટી ૨૦ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં અજેય પ્રાપ્ત કરી લીધી છે.
આ મેચમાં ભારતે પહેલા શ્રીલંકાને ૯ વિકેટે ૧૧૩ રનનો સામાન્ય સ્કોર પર અટકાવી દીધી હતી તો વળતા મેચમાં ૩ વિકેટના નુકસાને ભારતે ૧૧૬ રન કરીને જીત પ્રાપ્ત કરી છે. ભારત માટે શેફાલી વર્માએ સૌથી વધારે ૪૭ રન મેળવ્યા. સ્મૃતિ મંધાનાએ ૧૭ રન બનાવ્યા. કેપ્ટન ગરમનપ્રીત કૌરે ૧૫ રન તો જેમિમાહે અને દીપ્તી શર્માએ ૧૫ રન બનાવ્યા. ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાના ચારે ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ મેળવ્યા છે. હવે ભારતીય ટીમનું મનોબળ વધતા સેમીફાઇનલમાં પુરા જોશ અને જુસ્સા સાથે ઉતરશે.
સ્પિનર રાધા યાદવે પોતાની કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૨૩ રન આપીને ૪ વિકેટ લીધા જેનાથી ભારતે શ્રીલંકાને નવ વિકેટ પર ૧૧૩ રન બનાવવા દીધા. સ્પિનર રાધાએ કેપ્ટન ચમારી અટાપટ્ટુની મહત્વની વિકેટ ઝડપી પાડી. જેણે શ્રીલંકાને સૌથી વધારે ૩૩ રન આપ્યા હતા.
રાધા યાદવ અને રાજેશ્વરી ગાયકવાડે સારૂ એવો સહયોગ આપ્યો. પૂનમ યાદવ, શિખા પાંડે અને દીપ્તિ શર્માએ એક એક વિકેટ લીધા. શ્રી લંકાએ પહેલા બેટીંગનો નિર્ણય કર્યો, પણ ત્રીજી ઓવરમાં જ ઉમેશા તિમાસિનીની વિકેટ ગુમાવી દીધી જેને દીપ્તિના બોલ પર રાજેશ્વરીએ કેચ કરી લીધી.