(એજન્સી) કોલંબો, તા.૧ર
હિંસાને રોકવા માટે રાષ્ટ્રપતિ મૈત્રિપાલ સિરીસેન દ્વારા હિંસામાં મુસ્લિમ વિરોધી રમખાણોની તપાસ કરવા માટે આયોગની રચના કરાયાના એક દિવસ બાદ રવિવારે એક મુસ્લિમ માલિકી ધરાવતી રેસ્ટોરન્ટ પર હુમલા બાદ શ્રીલંકામાં તાજી હિંસા ભડકી ઉઠી. પુત્તડાલ જિલ્લાના અનમદુવા શહેરમાં આવેલ રેસ્ટોરન્ટ જે કોલંબોથી ૧૩૦ કિ.મી. દૂર આવેલી છે. તેને નિશાન બનાવવામાં આવી હતી. જ્યારે કૈંડી જિલ્લામાં ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં બે લોકોનાં મોત નિપજ્યા છે અને ઘણા ઘરો, દુકાનો અને મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
આ દરમ્યાન સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી હિંસાની ઘટનાઓમાં વધારો ના થાય અને અફવાઓ ના ફેલાવી શકાય. કોલંબો ટેલિગ્રાફના સવારના ૪ વાગ્યે સ્થાનિક સમયે આનામુદું મુસ્લિમ રેસ્ટોરન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. કૈંડીમાં સાંપ્રદાયિક રમખાણોની તપાસ માટે રાષ્ટ્રપતિ સિરીસેનાએ શનિવારે શનિવારે ત્રણ સભ્યોવાળા આયોગની રચના કરી હતી.
તેમણે મંગળવારે રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી દીધી હતી અને કેન્દ્રીય શ્રીલંકાની રમખાણોથી પ્રભાવિત કૈન્ડી જિલ્લાના અન્ય વિસ્તારોમાં બહુમતી ધરાવતા સિંહિલ બૌદ્ધો અને લઘુમતી ધરાવતા મુસલમાનોની વચ્ચે થયેલા સંઘર્ષ બાદ હિંસાને રોકવા માટે પોલીસ અને સેનાને તૈનાત કરવામાં આવી હતી. આ દરમ્યાન કૈંડીના કેન્દ્રીય પ્રાંતના સી.એમ. સારાથ એકાનયાકેએ રવિવારે કહ્યું કે અશાંતિને કારણે ૭ માર્ચના રોજ બંધ કરવામાં આવેલી તમામ સરકારી શાળાઓ સોમવારે ફરીથી ખુલશે.