(એજન્સી) કોલંબો, તા.ર૭
શ્રીલંકામાં મુસ્લિમ વિરોધી દંગોના કારણે સમગ્ર દેશમાં કટોકટી લગાવાઈ હતી. હવે મોટો ખુલાસો થયો છે કે, સમગ્ર દંગા પાછળ પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેની ભૂમિકા સામે આવી છે.
દેશના મધ્યમાં આવેલ કેન્ડી જિલ્લો આ મહિનાની શરૂઆતમાં ત્રણ દિવસ સુધી દંગામાં સળગતો રહ્યો. તે દરમ્યાન મસ્જિદો, મુસ્લિમોના રહેઠાણો, વેપારી મથકોને મોટાપાયે નિશાન બનાવાયા. હિંસાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો. ત્યારબાદ સરકારને કટોકટી લગાવી પડી. ઈન્ટરનેટ સર્વિસો બંધ કરવી પડી. રાજપક્ષેએ તેમની કોઈ ભૂમિકાનો ઈન્કાર કર્યો છે. રાઈટર્સે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ખુલાસો કર્યો કે સલામતી દળો મસ્જિદના મૌલવીઓ સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળ્યા. જ્યારે આ અંગે સ્થાનિક એટીએફને પૂછાયું તો તેમણે કંઈ કહેવાનો ઈન્કાર કર્યો.
એએચ રામીસ નામના મૌલવીએ રાયટર્સને બતાવ્યું કે, મસ્જિદમાં લોકો છૂપાયેલા હતા. અમને એવું લાગ્યું કે, તેઓ સુરક્ષા આપવા આવ્યા છે. પરંતુ થયું અવળું. તેઓ અમારા પર હુમલો કરવા આવ્યા હતા. ગાળો બોલતા હતા. તેઓ કહેતા હતા કે તમારા લીધે બધી સમસ્યાઓ છે. જેમ કે અમે જાણે આતંકવાદી છીએ. ર૦૧પમાં રાજપક્ષેની આ કારણે હાર થઈ હતી. તેવામાં સાંપ્રદાયિકતાનું કાર્ડ ખેલી તેઓ વોટબેંકને મજબૂત કરવામાં પડ્યા છે.