બોડેલી, તા.૮
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા પંચાયતમાં મનરેગા યોજનાના ચાર કર્મચારીઓ રેડ ઝોન વડોદરા જિલ્લામાંથી અપડાઉન કરતા ચારે કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરાતા અપડાઉન કરતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાના કહેરને લઈ હાલમાં સમગ્ર રાજ્યનાં લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને અન્ય જિલ્લામાંથી અપડાઉન કરતા જિલ્લા કામ કરતા અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહી યોજનાકીય કામગીરી કરવા સૂચન આપ્યું હોવા છતાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા પંચાયતમાં મનરેગા યોજનામાં કામ કરતા ચાર કર્મચારીઓ કિંજલ શાહ, મિત શાહ, સંજ્ય પંચાલ અને નિકિતા વસાવા આ ચારેયએ જાહેરનામાંનો ભંગ કરતા તેમને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.