(એજન્સી) તા.પ
બીમારીના કારણે હાલમાં ફિલ્મોમાંથી બ્રેક લેનાર સંજય દત્તનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો હતો. સંજય દત્તની ફેન કલબો દ્વારા આ ફોટોગ્રાફ અનેકવાર શેર કરવામાં આવ્યો હતો. જેમાં અભિનેતા વાદળી કલરની ટી-શર્ટ અને ઘેરા વાદળી કલરની પેન્ટમાં નજરે પડે છે. આ ફોટોના કારણે તેમના પ્રશંસકો ચિંતામાં મુકાયા હતા. તેમણે સંજય દત્તને વહેલીતકે સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમના અનેક પ્રશંસકોએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ગેટ વેલ સુન બાબા. ઉલ્લેખનીય છે કે સંજય દત્તની પત્ની માન્યતા દત્ત હકારાત્મક કેપ્શન સાથે તેમના પતિના અનેક ફોટા શેર કરી રહ્યા છે. ૧૧ ઓગસ્ટના રોજ સંજય દત્તે જાહેરાત કરી હતી કે તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહ્યા છે. સંજય દત્ત છેલ્લો મહેશ ભટ્ટની સડક-રમાં દેખાયા હતા. જે ઓગસ્ટમાં હોટસ્ટાર પર રીલીઝ કરવામાં આવી હતી.