અંકલેશ્વર, તા.૨૦
આજ રોજ સંજાલી ગ્રામ પંચાયત દ્વારા ખરોડ પીએચસીના ડોકટર તથા આશા વર્કર અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કોરોના મહામારી અંગે કોરોનાના દર્દીઓની સર્વેની કામગીરી હાથ ધરી હતી તેમજ ગ્રામ પંચાયત સફાઈ કામદારો દ્વારા કોરોના વોરિયર્સની ખૂબ જ સારી કામગીરી કરવા બદલ સંજાલી ગ્રામ પંચાયતના સરપંચ અને ડે. સરપંચ દ્વારા સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચાયતના સરપંચ રમણ બાલુ વસાવા, ડે. સરપંચ સિરાજ મહમદ પટેલ, સભ્યો હનીફ કાજી, હાસિમ સીદાત તથા ડૉ. અસલમ દરસોત દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્રને અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ વસાવા, તથા ડૉ. હિતેશ વસાવા વિશેષ ઉપસ્થિત રહી હાજરી આપી હતી.