અમદાવાદ, તા.૮
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના સમર્થનમાં તા.૯મી જુલાઈ, મંગળવારના રોજ સાંજે પ.૩૦થી ૮.૩૦ વાગ્યા સુધી મરાઠી પત્રકાર સંઘ, બીજો ફ્લેટ, આઝાદ મેદાન, સીએસએમટી, મુંબઈમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ છે.
આ જાહેર સભામાં અતિથિ વિશેષ તરીકે શ્વેતા ભટ્ટ અને શાંતનુ ભટ્ટ ઉપસ્થિત રહેશે. જ્યારે આ જાહેરસભામાં વકતાઓ તરીકે આનંદ પટવર્ધન, ભાઈ જગતપ, વિદ્યા ચવાણ, કોમ પ્રકાશ રેડ્ડી, જાતિન દેસાઈ, મિહિર દેસાઈ અને ફિરોજ મીઠી બોરવાલા ઉપસ્થિત રહેશે. આ જાહેરસભાનું આયોજન ચારૂલ જોષી, સુબોધ મોરે, જ્યોતિ બડેકર, ધનજ્ય શિંદે, યુસુફ પરમાર, વર્ષ વિદ્યા વિલાસ, સલીમ અલવેર, અમોલ મેડમ, અફરોજ મલિક, ગઝલ આઝાદ, સતશિલ મેશ્રમ, હમીદા લતીફ, અફાક આઝાદ, અનિકેત નવલકર, યશોડન પરંજપે, શાદાબ સિદ્દીકી અને સ્વાતિ કંચિકોવરે કર્યું છે.