(એજન્સી) નવી દિલ્હી,તા.૯
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સ્વાસ્થ્યને લઇને ટ્વીટ કરીને જણાવ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોથી લોકો મારા સ્વાસ્થ્યને લઇને સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવી રહ્યા હતા. તેના પર અમિત શાહે ટ્વીટ કરીને બધી અફવાઓને નકારી છે. અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના માધ્યમ મારફતે મારા સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અહીં સુધી કે, કેટલાક લોકોએ મારી મૃત્યુ માટે પણ દુઆ માંગી રહ્યા છે. હાલ દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યુ છે અને દેશના ગૃહમંત્રી તરીકે મોડી રાત સુધી કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે મેં આ બધા પર ધ્યાન ન આપ્યુ. જ્યારે મારા ધ્યાનમાં આવ્યુ તો મેં વિચાર્યુ કે, આ બધા લોકો પોતાના કાલ્પનિક વિચારનો આનંદ લઈ રહ્યા છે, તેથી મેં કોઇ સ્પષ્ટતા નથી કરી. પરંતુ મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને મારા શુભચિંતકોએ ખૂબ જ ચિંતા વ્યક્તિ કરી અને તેમની ચિંતાને હું અવગણી શકતો નથી, તેથી હું આજે સ્પષ્ટ કરવા માંગુ છુ કે, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છુ અને મને કોઈ બિમારી નથી. હું આવા બધા લોકો પાસેથી આશા રાખુ છુ કે, તેઓ આ વ્યર્થની વાતો છોડીને મને મારૂ કાર્ય કરવા દેશે અને પોતે પણ પોતાનું કામ કરશે. મારા શુભચિંતક અને પાર્ટીના બધા કાર્યકર્તાઓને મારા સ્વાસ્થ્ય વિશે પૂછવા અને મારી ચિંતા કરવા માટે તેમનું આભાર વ્યક્ત કરૂ છુ અને જે લોકોએ આ અફવાઓ ફેલાવી છે તેમના પ્રતિ મારા મનમાં કોઈ દુર્ભાવના અથવા દ્વેષ નથી. તમારો પણ ધન્યવાદ.
‘સંપૂર્ણ સ્વસ્થ છું અને મને કોઇ બીમારી નથી’ સ્વાસ્થ્ય અંગેની અફવાઓને અમિત શાહે ફગાવી

Recent Comments