(સંવાદદાતા દ્વારા)

મહેમદાવાદ, તા.ર૮

મહેમદાવાદ શહેરમાં તેની ચાર દિશામાં આવેલ ચાર દરવાજાઓ નગરપાલિકાની બે કાળજીમાં નષ્ટ થઈ રહ્યા છે.

મહેમુદ બેગડાએ વસાવેલ ઐતિહાસિક શહેર મહેમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પ્રવેશ દ્વાર હતા. પરંતુ વહીવટદારોની બેકાળજીના કારણે આ દરવાજા નષ્ટ થઈ રહ્યા છે. ખાત્રેજ દરવાજાની સમયસર કાળજી રાખવામાં ના આવતા ભરબપોરે આ દરવાજાની છત તૂટી પડી હતી. સદનસીબે કોઈ અકસ્માત થયો નથી. રિપેરિંગ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાએ વિરોલ દરવાજા તથા ખાત્રેજ દરવાજાનું બાંધકામ સત્વરે હાથ ધરે તેવી નગરજનોની માંગ છે.